નવી દિલ્હી, તા.૧૭
રાહુલ ગાંધીની વાયનાડ અને રાયબરેલી બેઠકને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ ર્નિણય લેવામાં આવ્યો કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે. પાર્ટીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક જાળવી રાખવા માટે તૈયાર છે. તેઓ વાયનાડ સીટ ખાલી કરશે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મારું વાયનાડ અને રાયબરેલી સાથે ભાવનાત્મક જાેડાણ છે. હું ૫ વર્ષથી વાયનાડથી સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ચૂંટણી લડશે પરંતુ હું સમયાંતરે વાયનાડની મુલાકાત પણ લઈશ, રાહુલે કહ્યું, ‘મારો રાયબરેલી સાથે જૂનો સંબંધ છે, મને ખુશી છે કે મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે પરંતુ આ એક મુશ્કેલ ર્નિણય છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘રાહુલ ગાંધી દ્વારા ખાલી કરાયેલ વાયનાડ લોકસભા સીટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.’ જે તમારી ગેરહાજરી અનુભવવા નહીં દે.