રાહુલ ગાંધીને લોકતાંત્રિક મૂલ્યોની પરવા નથી, કોણે આવું કહ્યું

દિલ્હી-

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન ચર્ચા કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અપશબ્દો કહીને પછી માફી માંગવી એ કોંગ્રેસની આદત છે. તેમણે બજેટસત્રમાં ભાગ ન લીધો એ વાત બતાવે છે કે, તેઓ લોકતાંત્રિક મૂલ્યોને મહત્વ નથી આપતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કૃષિ કાનૂનોમાં એક ખામી નથી કાઢી શકી છતાં માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે જ તે તેનો વિરોધ કરી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે, અન્યાય કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પંજાબ-રાજસ્થાનમાં ખેડૂતોને લાભ અપાયો નથી. કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા ખાતર ખેડૂતોને ખોટે માર્ગે દોરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution