રાહુલ ગાંધીએ દેશની પરીક્ષા સિસ્ટમને જ કૌભાંડ ગણાવી


નવી દિલ્હી:લોકસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ પેપર લીક મુદ્દે આજે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે દેશની પરીક્ષા સિસ્ટમને જ કૌભાંડ કહી છે. વધુમાં તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી એ બાબત સમજી શક્યા નથી કે આ શું થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ મુદ્દા અંગે વાત કરતા કહ્યું કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે, જે આ બાબતથી ચિંતિત છે. તેમને લાગે છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન છે. હાલ લોકો એવું માની રહ્યાં છે કે જાે તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની પરીક્ષા સિસ્ટમને સરળતાથી ખરીદી શકશો.

રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત દ્ગઈઈ્‌માં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે. રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મારૂ શિક્ષણ અને સંસ્કાર તેમજ મારૂ જાહેર જીવનને મારા નાગરિકોની મંજૂરીની મહોર મળી છે. મારે ગૃહમાં કોઈ પ્રકારની સ્વીકૃત્તિ જાેઈતી નથી.

દેશના પ્રજાતંત્રે અમારા નેતા મોદીને વડાપ્રધાનની ભૂમિકા આપી છે. તેમના ર્નિણયથી હું ગૃહમાં આવ્યો છું. બૂમ-બરાડા કરવાથી સત્યને ખોટુ પુરવાર કરી શકાય નહીં. હું તમામ પ્રશ્નોના ઉત્તર આપવા બંધાયેલો છું. વિપક્ષ નેતાએ દેશની સમગ્ર પરીક્ષા સિસ્ટમને ખરાબ કહી છે, રબીશ કહી છે. આ દુર્ભાગ્યજનક નિવેદન છે. જેની હું નિંદા કરૂ છું. જેમણે રિમોટથી સરકાર ચલાવી છે. શિક્ષણમાં સુધારા માટે કપિલ સિબ્બલ ત્રણ બિલ લાવ્યા હતા.દ્ગઈઈ્‌ પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. દ્ગ્‌છ પછી ૨૪૦ પરીક્ષાઓ થઈ છે. ૫ કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને ૪.૫ કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જાેઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution