રાજપીપળા, તા.૯
હાલમાં જ આદિવાસી મહિલા રેશમા વસાવાએ નિવેદન આપ્યું કે મનસુખભાઈ વસાવાની જગ્યાએ મોદી સરનેમ લખાવે, ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર આપ પ્રમુખ રાધિકા રાઠવા સામ સામે આવી ગયા છે.ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકસીત સંકલ્પ યાત્રામાં મનસુખ વસાવાએ જણાવ્યું કે આપ વાળા મહીલાઓને આગળ કરે છે હિંમત હોય તો સામે આવે.
ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકસીત સંકલ્પ યાત્રા દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે એક આદિવાસી મહિલાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે મનસુખભાઈ વસાવાની જગ્યાએ મોદી સરનેમ લખાવે.મારા બાપ દાદા આદિવાસી હતા તો હું શું કરવા મોદી સરનેમ લખાવું, કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના.આપ વાળા કહે છે કે ચુંટણી આવી એટલે મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા જેથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ફસાવ્યા છે.પણ હું હિન્દુસ્તાનમાં કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી.બની બેઠેલા લોકો અને ઠગવા વાળા જુઠા લોકોથી હુ નથી ડરતો. ચૈતર વસાવા પર થયેલી ફરીયાદ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઈશુદાન ગઢવીને અમદાવાદમાં બેઠા બેઠા ખબર ન પડે કે ફોરેસ્ટનો કાયદો કેવો છે, જાે એ કાયદા સામે ચેન ચાડા કરશો તો ખબર પડી જશે.આપ વાળા મારી સામે જેટલા પ્રશ્નો ઉભા કરશે એનો હું જવાબ આપીશ.જાે કોઈ પણ રાજનેતા સરકારી અધિકારીઓને દબાવતા હોય કે હેરાન કરે તો એમણે પણ સંગઠીત થવું પડશે, બાકી આગળ જતા અઘરું પડશે. તો બીજી બાજુ છોટાઉદેપુર આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાની પત્નિને ખોટી રીતે ફસાવી ત્યારે મનસુખ વસાવા કેમ ન બોલ્યા, તમે ભાજપ મહીલા ધારાસભ્ય વિરુદ્ધ ખોટા આક્ષેપો કરો છો.તમે મહીલા વિરોધી આદિવાસી નેતા છો.તમારી ઈચ્છા નથી કે આદિવાસી મહિલાઓનો અવાજ બુલંદ થાય.તમારે ખરેખર મોદી સરનેમ લખાવવી જાેઈએ.હું આદીવાસી છું એમ બોલવાથી આદિવાસી ન થવાય એના માટે કામ કરવું પડે.