રાધિકા-અનંતના લગ્નમાં સંસ્કૃત શ્લોકો-ભકિત ગીતોથી વાતાવરણ મનમોહક બનશે

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ મધુર પરફોર્મન્સ આપશે અને તે પણ લાઈવ. હિપ-હોપ સંગીત બાદ હવે લગ્નના દિવસે સંસ્કૃત ભાષામાં શ્લોક ગાવામાં આવશે અને ભગવાનની ભક્તિના ગીતો પણ ગાવામાં આવશે. જેમ-જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ તેમના ફંક્શન સાથે જાેડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, રાધિકા-અનંતના લગ્નના દિવસે, ઘણા પ્રખ્યાત બોલિવૂડ ગાયકો તેમના સુરીલા અવાજાે સાથે સભાને આકર્ષિત કરશે. આ યાદીમાં સોનુ નિગમ, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન પરફોર્મ કરશે. ખાસ વાત એ છે કે આ તમામ સિંગર્સ તે દરમિયાન લાઈવ પરફોર્મન્સ આપશે. ભારતીય પ્લેબેક સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર, ડબિંગ આર્ટિસ્ટ સોનુ નિગમના અવાજનો જાદુ એવો છે કે જે પણ તેમનું ગીત એકવાર સાંભળે છે, તે વ્યક્તિ ચોક્કસપણે તેનો ફેન બની જાય છે. મીડિયા રિપોટ્‌ર્સથી પ્રાપ્ત માહિતી અનુસાર સોનુ નિગમ ઉપરાંત, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન ભક્તિ ગીતો ગાશે, જેમાં સોનુ નિગમ ભગવાનની ભક્તિ પર આધારિત ગીત ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...’ ગાશે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર આ ભક્તિ ગીતો સિવાય, સંસ્કૃતમાં ઘણા શ્લોકો છે જે સોનુ નિગમ સિવાય હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન જેવા ગીતકારો દ્વારા ગાવામાં આવશે. આ તમામ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી મ્યુઝિક ડાયરેક્ટર જાેડી અજય-અતુલ પર છે.અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શનમાં અંબાણી પરિવારની જાહોજલાલી જાેવા મળી હતી. સંગીત સમારોહના સ્થળથી લઈને સજાવટ સુધી બધું જ વૈભવી હતું. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જાેવા મળ્યા હતા. અનંત અને રાધિકાના તમામ ફંક્શન્સ અદ્ભુત હતા, જેમાં હોલીવુડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે સંગીત સેરેમનીમાં તેમના શ્રેષ્ઠ ગીતો પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સમય દરમિયાન જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution