સસલીઓ ભલે પાડે ચીસ

ન્યૂઝપેપરનું ફ્રન્ટ પેજ સમાજની ગતિ કઈ દિશામાં જઈ રહી છે તે બતાવે છે. ૧૫૧ વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે મહિલાઓ પર અત્યાચાર અને રેપ કેસો દાખલ છે! દેશમાં મહિલાઓ નેતાઓથી પણ અસુરક્ષિત! તો બીજા ન્યૂઝ છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના વાર્ષિક રિપોર્ટ અનુસાર દર કલાકે ચાર બળાત્કાર થાય છે! રોજ ઓછામાં ઓછી એક મહિલા પોતાના કાર્યસ્થળે જાતીય સતામણીનો ભોગ બને છે! તમને પણ થશે આમાં આશ્ચર્ય પામવા જેવું ક્યાં કંઈ છે જ. સમાચારપત્રના અંદરના પાને રોજ એકાદ બળાત્કાર છેડતી કે અત્યાચારના સમાચાર ન હોય તો જ નવાઈ અને આપણને પણ વાંચ્યા ન-વાંચ્યા કરી જવાની આદત પડી ગઈ છે. પણ ક્યારેક એવું નથી થઇ શકતું, આપણી ભીતર ઘર કરી ગયેલી જડતાને ઓગાળી નાખે એવા બનાવો બને, આંખનો ખૂણો ભીંજાય અને ચિત્કાર નીકળી પડે કે શું થવા જઈ રહ્યું છે. આ રાક્ષસીવૃત્તિ માણસમાં ક્યાંથી આવી?

કોલકત્તામાં જુનિયર ડૉક્ટર રેપ અને ર્નિમમ હત્યાની ઘટનાને પગલે દેશભરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. જુનિયર ડૉક્ટરસ્‌ હડતાળ પર ઉતરી ગયા. હજુ એ ઘટના તાજી છે ત્યાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં નર્સરીમાં ભણતી ચાર વર્ષની બે માસૂમ બાળકીઓનું શાળાના વૉશરૂમમાં સફાઈ કર્મચારી દ્વારા યૌન શોષણ થયાની ઘટના સામે આવી છે. વાલીઓનાં ટોળેટોળાં એ રેલ રોકો આંદોલન કરી શાળા અને પોલીસ તંત્રની બેદરકારી બદલ દેશ અને દુનિયાને સમાજમાં ફેલાઈ રહેલી વિકૃતિ અને સડા તરફ નજર કરવા મજબૂર કર્યા છે અને આરોપીને ફાંસી આપવા માંગ કરી છે. ત્યાં જ મહારાષ્ટ્રની એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહારના સમાચાર મળી રહ્યા છે. આ બધા વચ્ચે દ્ગઝ્રઇમ્ની રિપોર્ટ આવતાં સમજાય છે કે ક્યાંક આપણી અવગણનાને પરિણામે વિકૃતિએ સમાજને ભરડામાં લીધો છે જેનું વરવું પરિણામ આપણે આ રીતે ભોગવી રહ્યા છીએ.

ગાંધીજીના ત્રણ વાંદરા યાદ છે? ‘બૂરું ન સાંભળવું, બૂરું ન દેખવું, બૂરું ન બોલવું’ .આઝાદીના આટલા વર્ષોમાં આપણે સૌએ ગાંધીજીને સમજ્યા વગર આપણી જરૂર મુજબ ફેરવી તોળી વાપર્યા જ છે. જેને પરિણામે આજનું આપણું તંત્ર અને આપણા નેતાઓ વાંદરા જેમ જ વર્તે છે જે કશું જ ‘ન સાંભળવું, ન દેખવું, ન બોલવું’ જેમ વર્તી રહ્યા છે! કોઈ ઘટના બને એટલે થોડા દિવસો જીૈં્‌ ની રચના થાય, સીબીઆઇને તપાસ સોંપાય થોડા દિવસ ન્યૂઝ ચેનલ અને છાપાં બહુ ગાજે પછી ધીમે ધીમે બધુ શાંત થવા લાગે, વર્ષોના વર્ષ કોર્ટ કેસ ચાલે અને ક્યાંક આખો કેસ રફેદફે થઈ જાય! બહુ ઓછા કિસ્સાઓમાં સજા થઈ હોય એવું જાેવા મળે છે.

માણસના માનસમાં કેટલી હદે વિકૃતિ ફેલાઈ રહી છે, એ કેમ અટકાવીશું? આપણા સામાજિક ઢાંચામાં ક્યાંક હદબારનો સડો પેસી ગયો છે, જેનાથી હજુ આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ. જાે હજુ ચેતીશું નહીં તો આવા બનાવો આયે દિન વધવાના જ છે. આપણા સમાજમાં આપણે સ્ત્રી અને પુરુષને શારીરિક અને માનસિક જે ફેર છે તે સાથે સમાન ભાવે સહજતાથી જાેતા અને સ્વીકારતા થયા જ નથી. ઉલ્ટાનું થયું એવું કે જે એકબીજાના પૂરક છે તેવા સ્ત્રી અને પુરુષને આપણે સામસામા મૂકી માનસિક યુદ્ધની સ્થિતિ પેદા કરી દીધી. પરિણામ સ્વરૂપ પુરુષપ્રધાન સમાજ સ્થાપિત થયો. સ્ત્રીને દ્વિતીય દરજ્જાે, દાસત્વ સ્વીકારવું પડ્યું. વિજાતીય આકર્ષણ અને જાતીય જરૂરિયાત એ કુદરતી છે, પણ આપણા સામાજિક ઢાંચામાં જે કુદરતી છે સહજ છે તેના પર અંકુશ મૂકી ઢાંકપિછોડા કરવામાં આવ્યા. કુદરતી આવેગોને દબાવવાથી વિકાર જન્મે એ સ્વાભાવિક છે. અને ક્યાંક પુરુષના માનસમાં સ્ત્રી વાસનાપૂર્તિનું સાધન બની ગઈ.

એકવીસમી સદીમાં પણ આપણા ધાર્મિક સ્થળો પર સ્ત્રી માટે પ્રવેશના નિયમો અલગ છે. જેમને આપણે સાધુ સંતો કહીએ છીએ તે ક્યાંક આશારામ, નિત્યાનંદ, રામ રહીમ જેવા હવસખોર છે તો ક્યાંક સ્ત્રીથી આભડછેટ કરનારા છે! જે સમાજના ધાર્મિક કે આધ્યાત્મિક ગુરુઓ સ્ત્રી-પુરુષમાં ભેદભાવ રાખતા હોય ત્યાં વિકૃતિ ન પેસે તો બીજું શું થાય? ગામડાં કે પછાત અશિક્ષિત વર્ગ જ નહીં પણ સુશિક્ષિત વર્ગમાં, કોર્પોરેટ ઓફિસ હોય કે બીજા કોઈ સ્થળ સ્ત્રીને ખરાબ રીતે જાેવામાં આવે કે ભદ્દી મશ્કરીઓ કરવામાં આવે તે બહુ જ સામાન્ય વાત છે. આજે સદીઓ પછી પણ માણસની માનસિકતામાં કોઈ ખાસ સુધાર થયો નથી. વિશ્વાસ ન આવતો હોય તો તમારા વૉટ્‌સએપમાં આવતા જાેક્સ જાેઈ લો. સ્ત્રીના દેખાવ, આવડત, સ્વભાવ, સંબંધોને લઈને નિમ્ન સ્તરની મજાક થતી રહી છે અને આપણને એમાં કશું જ ખરાબ નથી લાગતું! આપણે બદલાવની શરૂઆત આપણાથી કરવી પડશે, આપણા માનસમાં સુધાર કરીએ. સ્ત્રીઓ વિશે અપશબ્દો મજાક ચલાવવાનું બંધ કરીએ અને એવા તત્વોને રોકીએ. સમાજમાં ફેર આપમેળે આવવા લાગશે. જાગી જઈએ, નહીં તો એક પછી એક સસલીઓની ચીસ ચારેબાજુથી સંભળાશે અને આપણા સંવેદનાના કાન ફાડી નાખશે. કવયિત્રી રક્ષા શુક્લાના એક ગીતની કેટલીક પંક્તિઓ યાદ આવે છે.

એક સસલીએ પાડી કાં ચીસ?

એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી-કિસ.

એક સસલીએ પાડી કાં ચીસ?

એને તો સપનાંમાં આવે પતંગિયાં ને ચોકલેટ વૃક્ષોનાં ગાડાં,

ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જાેયા ઉઘાડા.

પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આભ, ચડ્યા ડૂસકે સીમાડા,

મંદિરના, મસ્જિદના, દેવળના, દેરાંના સળગ્યાં ના એકે રૂંવાડાં?

કાન, હવે ધરો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી પચીસ.

એક સસલીએ પાડી કાં ચીસ?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution