આર.સી. ફળદુ એ ગૃહરાજ્ય મંત્રીને  શા માટે લખ્યો પત્ર, પત્રમાં શું કરવા કરી માગ 

અમદાવાદ-

ગાંધીનગર અને રાજ્યના અન્ય શહેર-જિલ્લાઓમાં દિન પ્રતિદિન બુલેટ લઈને નીકળતા લોકો રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા માટે પૂરપાટ ઝડપે નીકળે છે. તેમના બુલેટના અવાજ એટલો ભયાનક હોય કે, કેટલાય કિસ્સામાં વૃદ્ધો પણ આ અવાજથી ગભરાઈ જાય છે. તેમને વધુમાં જણાવ્યું કે, બુલેટના સાયલેન્સરના વિસ્ફોટક અવાજથી રોડ પર વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન પણ વિચલિત થાય છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. આવા અવાજને બંધ કરાવવા અને બુલેટ લઈને બેફામ રીતે નીકળતા વ્યક્તિઓ સામે ફોજદારી અને દંડનીય કાર્યવાહી કરવા બાબતે ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. 

રાજયના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ બાઈક ફૂલ સ્પીડમાં ચલાવીને જાતજાતના અવાજ કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. ગાંધીનગરના જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતોના પગલે ફળદુએ કાર્યવાહી માટે માગ કરી છે. ફળદુએ પત્રમાં જણાવ્યું કે, બુલેટના સાયલન્સરનો અવાજ એટલો ભંયકર હોય છે કે, નાના બાળકોના કાનમાં હંમેશા માટે બહેરાશ આવી શકે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution