લોકસભા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલઃપંચ બેકફુટ પર

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને (ઈફસ્) લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ઊંડી ચિંતા છે. આ સાથે જ કોંગ્રેસે ઈવીએમને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈફસ્)ને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ઈવીએમ સાથે જાેડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જાેડાયેલો હતો. એનડીએના આ ઉમેદવાર માત્ર ૪૮ મતથી જીત્યા છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું, ‘ભારતમાં ઈફસ્ એક “બ્લેક બોક્સ” છે અને કોઈને તેને ચેક કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. વનરાઈ પોલીસે આરોપી મંગેશ પાંડિલકર અને દિનેશ ગુરવને પણ ઝ્રિઁઝ્ર ૪૧છ નોટિસ મોકલી છે, જેઓ ચૂંટણી પંચ (ઈઝ્ર) સાથે એન્કોર (પોલ પોર્ટલ) ઓપરેટર હતા. પોલીસે હવે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્)માં મોકલી આપ્યો છે. જેથી મોબાઈલ ફોનનો ડેટા જાણી શકાય અને ફોનમાં હાજર ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ૪ જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારની મતગણતરી દરમિયાન નેસ્કો સેન્ટરમાં આ ઘટના બની હતી. મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ આક્રમક બની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution