દિલ્હી-
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા ઉમા ભારતીનો કોવીડ -19નો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ટ્વિટર પર ભાજપના રાષ્ટ્રીય ઉપ પ્રમુખે કહ્યું હતું કે તેઓનો કોરોનાવાયરસનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે અને તેમની નજીકના સંપર્કમાં આવેલા લોકોએ પણ પરીક્ષણ કરવા અપીલ કરી હતી.
ઉમા ભારતી હિમાલયની યાત્રા પર ગયા હતા, ત્યારબાદ તેણે ત્રણ દિવસ સુધી હળવા તાવની તકલીફને કારણે તેઓએ કોરોનાવાયરસની તપાસ માટે ટીમને બોલાવી હતી. "મેં હિમાલયમાં તમામ કોવિડ પ્રોટોકોલ અને સામાજિક અંતરના ધોરણોને અનુસર્યા, તેમ છતાં હું કોરોનાવાયરસ પોઝેટીવ આવી છું," તેમણે એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું.
આગળ, નેતાએ માહિતી આપી હતી કે તે હરિદ્વાર નજીક વંદે માતરમ કુંજ ખાતે ક્વોરોન્ટાઇન છુ. તેમણે બીજા એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું ચાર દિવસ પછી ફરીથી બીજી કોવિડ -19 ટેસ્ટ કરાવીશ અને જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ડોકટરોની સલાહ લઈશ.