ક્યુઆર કોડ :  તમે દિવસમાં કેટલીવાર સ્કેન કરો છો?

૫ એપ્રિલ, ૧૯૧૨ની રાત્રે, 'ધ અનસિંકેબલ' નામના વિશાળ જહાજમાંથી વાયરલેસ કોડ મોકલવામાં આઆવ્યો હતો. ત્રણ બિંદુઓ, ત્રણ ડૅશ પછી ત્રણ બિંદુઓ! એટલે ર્જીંજી. આ જહાજનું નામ ટાઇટેનિક હતું, એ જ ટાઇટેનિક 'એવરીડે ઇન માય ડ્રીમ...' વાળું. આ જહાજ આઇસબર્ગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું હતું. આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા, પરંતુ કેટલાક વાયરલેસ કોડના કારણે બચી ગયા હતા! આ વાતની કદાચ તમને નહીં ખબર હોય.

આ ર્જીંજી મળતાં કેટલાક નજીકના જહાજાે ટાઇટેનિક તરફ આવ્યા હતા અને ઘણા લોકોને બચાવ્યા હતા. ટપકાં, ડૅશ અને સ્પેસ ધરાવતા આ લાઈફ સેવિંગ કોડને મોર્સ કોડ કહેવામાં આવે છે. જાે કે, ટાઇટેનિક સાથેની આ ઘટના મોર્સ કોડના ઉપયોગની પ્રથમ કે એકમાત્ર ઘટના ન હતી. આ ઘટના પહેલા અને ખાસ કરીને આ ઘટના પછી બંને વિશ્વયુદ્ધોમાં તેનો વ્યાપક ઉપયોગ થયો હતો. ત્યારે કદાચ કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ પ્રકારના કોડનો ઉપયોગ આર્થિક મોરચે પણ થશે.

બદલાતા સમય સાથે અમેરિકામાં ઘણી સુપરમાર્કેટ ખુલીહતી. બિલિંગ કાઉન્ટરો પર લાંબી કતારોથી ગ્રાહકો ભારે પરેશાન હતા. ત્યારબાદ વર્ષ ૧૯૫૨માં જાે વુડલેન્ડ નામના અમેરિકન એન્જિનિયરે મોર્સ કોડની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાર કોડની શોધ કરી હતી. ૧૦ જાડી અને પાતળી રેખાઓના સંયોજનનો ઉપયોગ કરીને દરેક ઉત્પાદનને ૧૦ અંકનો કોડ આપવામાં આવ્યો હતો, પરંતુ આ લાંબો સમય ચાલ્યો નહીં. બદલાતા સમયે વેપારને આંતરરાષ્ટ્રીય બનાવ્યો, એટલે કે વૈશ્વિકરણ થયું હતું.

ઘણા દેશોના બજારો લાખો ઉત્પાદનોથી ભરેલા હતા. આવી સ્થિતિમાં આ ૧૦ અંકના બાર કોડ ઉત્પાદનની માહિતી માટે પૂરતા ન હતા. વર્ષ ૧૯૯૪માં આ ટેક્નોલોજીમાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. અને આજે જે ફોર્મમાં સામે છે તેને ક્યુઆર કોડ કહેવામાં આવે છે. ઉત્પાદન ઓળખ અને ચુકવણી પ્રણાલીઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. એટલું બધો કે ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થતો હશે જ્યારે તમે ક્યુઆર કોડને તમારા મોબાઈલથી સ્કેન નહીં કરતા હોવ. ક્યુઆર કોડનું આખું નામ - 'ક્વિક રિસ્પોન્સ કોડ' છે.

ક્યુઆર કોડ અને બાર કોડ વચ્ચેનો તફાવત સમજી લો. ક્યુઆર કોડ અને બાર કોડ વચ્ચેનો સૌથી મોટો તફાવત જે દરેક વ્યક્તિ જાણે છે તે તેમનો આકાર અથવા માળખું છે.ક્યુઆર કોડ ચોરસ આકારમાં હોય છે, જ્યારે બાર કોડમાં માત્ર એક લાઇન અને થોડીક લાકડીઓ હોય છે, જેમ કે તમે નમકીનના પેકેટ પર જાેયું હશે.બંનેના શેઇપમાં આ તફાવત તેની કાર્ય પદ્ધતિ અને કાર્યક્ષમતામાં તફાવત બનાવે છે. કેવી રીતે? સૌ પ્રથમ, તેને ડીકોડ કરવાની રીતમાં તફાવત છે. બાર કોડ ફક્ત ડાબેથી જમણે વાંચી શકાય છે. પુસ્તકમાં લખેલું વાક્ય વાંચીએ એ રીતે. જ્યારે ક્યુઆર  કોડ કોઈપણ દિશામાં વાંચી શકાય છે. એટલે ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. કોઈપણ દિશામાંથી સ્કેન કરો અને તમને સમાન માહિતી મળશે.

આ ઉપરાંત, તેના સ્ટ્રક્ચરમાં તફાવત એ પણ નક્કી કરે છે કે બંનેમાં કેટલી માહિતી સંગ્રહિત કરી શકાશે. કેવી રીતે? જ્યારે ક્યુઆર કોડ ચેસબોર્ડની જેમ ડેટાને સેવ કરે છે, ત્યારે બાર કોડ કૉલમની જેમ ડેટાને સેવ કરે છે. જેમ કે, ૭ આડી અથવા ૭ ઊભી રેખાઓ ૮ બોક્સ બનાવશે. એવી રીતે ૭ આડી અને ૭ ઊભી રેખાઓમાંથી કુલ ૬૪ બોક્સ પણ બનશે. તેનો અર્થ એ કે સરખામણીમાં ૭ ગણા વધુ યુનિક બોક્સ.

તો પછી

સ્ટોરેજ કેપેસિટીમાં કેટલો તફાવત છે? ઃ બંનેની રચના પરથી સમજી શકાય છે કે બાર કોડ અને ક્યુઆર કોડની માહિતી સંગ્રહ કરવાની ક્ષમતામાં કેટલો તફાવત છે. ચાલો આ આંકડાઓ પરથી સમજીએ. બાર કોડમાં એકવાર રેખાઓ દોરીને વધુમાં વધુ ૨૦ નંબરો સ્ટોર કરી શકાય છે, પરંતુ ક્યુઆર  કોડમાં ૭૦૮૯ નંબર સ્ટોર કરી શકાય છે. મતલબ, તુલનાત્મક રીતે ૩૫૦ ગણો વધુ ડેટા સ્ટોર કરી શકાય છે. આ સિવાય નંબરો સાથે મૂળાક્ષરો પણ ઊઇ કોડમાં સ્ટોર કરી શકાય છે. એટલે કે, ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડ્રાઈવ વચ્ચે જેટલો તફાવત છે, એવું અહીં છે. માહિતી સંગ્રહની આ મર્યાદાને કારણે, તેમની ઉપયોગીતામાં તફાવત છે.

ઉદાહરણ તરીકે, બારકોડ્‌સ વેરહાઉસમાં ઇન્વેન્ટરી ડેટા સ્ટોર કરવા અથવા કરિયાણાની દુકાનમાં ઉત્પાદનોની સૂચિ જેવી સેવાઓ સુધી મર્યાદિત છે, પરંતુ ક્યુઆર  કોડ એક વિશાળ સમુદ્ર છે. એવો દરવાજાે જેના દ્વારા વેબસાઈટનું યુઆરએલ ખોલી શકાય છે, પેમેન્ટ પાથ બનાવી શકાય છે અથવા તેનો ઉપયોગ પ્રોડક્ટની ડિલિવરી ટ્રૅક કરવા જેવી ભારે ડેટા સંબંધિત બાબતો માટે થઈ શકે છે. હવે સ્થિતિ એવી છે કે લોકો વાઈફાઈનો પાસવર્ડ પૂછતા નથી, તેઓ માત્ર એટલું જ કહે છે કે ભાઈ, ઊઇ કોડ સ્કેન કરાવો.

તો સવાલ થાય કે, ક્યુઆર કોડ સાથે સુરક્ષા કેટલી? ક્યુઆર કોડને કારણે ફિશિંગનું જાેખમ છે. ફિશિંગ એ ડિજિટલ ફ્રોડની એક પદ્ધતિ છે. જેમ કે માછલીને વળાંકમાં કીડો ફસાવીને પકડવામાં આવે છે. એ જ રીતે, હેકર્સ પણ લોકોને છેતરવા માટે જાળ બિછાવે છે. લોકો જાળમાં ફસાઈ જાય છે અને છેતરાય છે. ફિશિંગનો ઉપયોગ ઊઇ કોડ દ્વારા પણ થાય છે. હકીકતમાં, ઘણા છેતરપિંડી કરનારા નકલી ક્યુઆર કોડ બનાવે છે. જ્યારે સ્કેન કરવામાં આવે છે, ત્યારે નકલી બેંક અથવા નાણાકીય વેબસાઇટ ખુલે છે. લોકો તેને વિશ્વાસપાત્ર માની બેસે છે અને તેમાં તેમના એકાઉન્ટની વિગતો ફીડ કરે છે અને તેના કારણે લોકોની એકાઉન્ટની વિગતો હેકર્સ સુધી પહોંચી જાય છે.

બીજી વસ્તુ ડેટા ચોરી છે. આનો ઉપયોગ કરીને હેકર્સ મોબાઈલ ડેટા પણ ચોરી શકે છે. હકીકતમાં ઘણી વખત ઊઇ કોડ સ્કેન કરવાથી ફોન પર નકલી એપ્સ ડાઉનલોડ થાય છે અને ફોનની તમામ માહિતી, મેસેજ, ફોટા, વિડીયો કે ફાઈલો ચોરાઈ જાય છે.

તેથી ક્યુઆર કોડ જેવી ટેક્નોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવો, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત પણ રહેવું એટલું જ જરૂરી છે. કંઈપણ સ્કેન કરવું નહીં. એકવાર તમારા પૈસા ગયા, તો સમજાે ગયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution