પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં : થાઇલેન્ડના બુસાનનને હરાવી મોટો અપસેટ સર્જયો

 


કુઆલાલંપુર (થાઇલેન્ડ) : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શનિવારે અહીં ચાલી રહેલી મલેશિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં મોટો અપસેટ સર્જ્યો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતની ટોચની મહિલા સિંગલ્સ શટલરે અસાધારણ પુનરાગમન કરી 13-21, 21-16, 21-12 થી થાઈલેન્ડની ફોર્મમાં ચાલી રહેલી બુસાનન ઓંગબામરુંગફાન સામે એક કલાક અને 28 મિનિટ સુધી ચાલેલા મુશ્કેલ સેમિફાઈનલમાં તેની વર્ષની પ્રથમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ પ્રથમ સેટમાં સનન ઓંગબામરુંગફાન સામે 13-21થી હારી ગઈ હતી. આ સેટમાં સિંધુ થાઈલેન્ડની ટોચની ક્રમાંકિત ખેલાડી સામે લાચાર દેખાતી હતી અને બુસાનને તેને આ સેટમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. આ પછી બીજા સેટમાં વિશ્વની 15 નંબરની ખેલાડી પીવી સિંધુએ આક્રમક શરૂઆત કરી અને બુસાનનને 21-16થી હરાવીને બીજો સેટ જીત્યો. ત્યારબાદ ત્રીજા અને નિર્ણાયક સેટમાં ભારતની સ્ટાર શટલર સિંધુએ કોઈ ભૂલ કરી ન હતી અને બુસાનનને પુનરાગમન કરવાની કોઈ તક આપી ન હતી અને ત્રીજો સેટ 21-12થી જીતીને મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સિંધુની આ વર્ષની પ્રથમ ફાઈનલ છે અને BWF વર્લ્ડ ટૂર સુપર 500 ઈવેન્ટમાં ચોથી છે. શુક્રવારે પીવી સિંધુએ કપરા મુકાબલામાં ટોચની ક્રમાંકિત ચીનની હાન યુને 21-13, 14-21, 21-12થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે સેમીફાઈનલમાં તેણે થાઈલેન્ડના બુસાનન ઓંગબામરુંગફાનને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. પીવી સિંધુ રવિવારે ફાઇનલમાં ચીનની વાંગ ઝી યી સામે ટકરાશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution