ઘરમાં લગાવો ઘોડાની નાળ, પછી જુઓ ભાગ્ય કેમ બદલાય છે!

શનિદેવને લોખંડ અતી પ્રિય હોય છે. શનિદેવનાં આશીર્વાદ માટે જો શનિવારનાં દિવસે લોકનું દાન અને પૂજન કરવામાં આવે તો જાતકને ખુબજ ફાયદો થાય છે. જોકે આ દિવસે લોખંડની ખરીદી કરવી એટલે મુસીબત નોતરવું માનવામાં આવે છે. તેવામાં શનિદેવનાં અશુભ પ્રભાવથી બચવા માટે જો શનિવારનાં દિવસે કાળા ઘોડાની નાળ પગથી ઉતારીને કે પડી ગઇ હોય તે શનિવારે ઘરે લાવી શકાય છે.

આપ આ નાળ જો સિદ્ધ યોની એટલે કે પુષ્ય રોહિણી શ્રણવ નક્ષત્રમાં કે પછી ચતુરદર્શીનાં દિવસે ઘરે લાવો છો તો પણ શનિદેવની કૃપા તમારા પર રહે છે.ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટી ઘરના ભંડાર કક્ષમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં અન્નનાં ભંડાર ધનનાં ભંડાર હમેશાં ભરેલા રહેશે. કહેવાય છે કે, ઘોડાની નાળને કાળા વસ્રમાં લપેટી તિજોરીમાં મુકવામાં આવે તો તે ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી આવતી અને શનિમહારાજની કૃપા હમેશાં બની રહે છે.કોઇ જાતકને શનિની પનોતી ચાલતી હોય તો, ઘોડાની નાળની વીંટી પહેરવાથી શનિની કૃપા જાતક પર બની રહે છે. તેની મુશ્કેલીઓનો અંત આવે છે.

ઘરનાં મુખ્ય દ્વાર પર જો ઘોડાની નાળ સીધી લટકાવવામાં આવે તો ઘરમાં અશુભતા પ્રવેશતી નથી. ઘરમાં દૈવી શક્તિનો પ્રવેશ થાય છે. અને સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.જો ઘરનાં મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ ઉંઘી લટકાવવામાં આવે તો ઘર પરિવાર પર તંત્ર મંત્રની શક્તિની કોઇ જ અસર થતી નથી.જો ઓફિસ- દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડવામાં આવે કે આવતા જતા લોકો જોઈ શકે. તો આપનાં વેપાર ધંધામાં ઉત્તરોત્તર વધારો થાય છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution