પુરષોત્તમ રૂપાલાની જન આર્શીવાદ યાત્રાનો ઊંઝા ઉમિયાધામથી પ્રારંભ થયો

ઊંઝા-

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારે સંબોધનમાં તેમણે કહ્યું કે, પીએમ મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ આ મારો પહેલો પ્રવાસ છે. ઉમિયા ધામથી મારા પ્રવાસની શરૂઆત થઈ તેનો મને વિશેષ આનંદ છે.

વિશ્વ પ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. દુનિયાભરમાં મસાલા પૂરું પાડતું આ યાર્ડ છે. ઊંઝાથી પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેમણે ઉમિયા ધામથી સંબોધનમાં કહ્યું કે, યોગાનુયોગ પીએમ મોદીના ગૃહ જિલ્લાથી યાત્રાની શરૂઆત થઈ છે. કોરોનાના કપરાકાળમાં દુનિયાના ૧૨૦ દેશોમાં ભારતે દવા પૂરી પાડી છે. મંત્રી મંડળના સભ્યોને લોકસભા-રાજ્યસભામાં પીએમ પરિચય કરાવે તેવી સામાન્ય પ્રથા છે. પહેલીવાર વિપક્ષે મંત્રીઓના પરિચયમાં વિરોધ કર્યો. ત્યાં ભલે કર્યો અહીંયા શું કરી શકશે. અહીંયા હું લોકોની વચ્ચે આવ્યો છું. પણ દરજી સમાજમાંથી એક બહેનને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા એ વિપક્ષને દેખાતું નથી. દેશના કરોડો લોકોને સ્પર્શતો ઓબીસી અનામતનો ર્નિણય હોય, મેડિકલ સ્ટુડન્ટને અનામતની વાત હોય તેવા સમયે વિપક્ષે છાજીયા કુટ્યા છે. આ યાદ રાખજાે તમે. તેમણે વધુમાં કહ્યું કે, દેશની સુરક્ષા માટે પાડોશીઓ સાથે આંખમાં આંખ નાંખીને કામ કર્યું છે. યુપીએમાં દસ વર્ષ દરમિયાન કૃષિ વિભાગનું ૧.૩૭ લાખ કરોડનું બજેટ હતું. જ્યારે ફક્ત ૭ વર્ષમાં ૧.૫૦ લાખ કરોડ તો મોદી સરકારે ખેડૂતોના ખાતામાં નાખ્યા છે, તેમનુ બજેટ અલગ રહ્યું છે. હવે ખેડૂતોની જેમ પશુપાલકોને પણ કેસીસી આપવાની છે. દેશ અને દુનિયામાં પશુપાલકોએ આપણો ડંકો વગાડ્યો છે. માછીમારોને પણ કેસીસી આપવાનો ર્નિણય કર્યો છે. વેક્સીન અંગે બધા કેવું કેવું બોલતા હતા, પણ અત્યાર સુધી ૫૫ કરોડ લોકોને વેક્સીન અપાઈ ચૂકાઈ છે. હવે લોકોને શોધી સોધીને વેક્સીન આપવી પડે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution