અમૃતસર-
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેફામ બની છે. જેને લઇને વિવિધ રાજ્યોની અંદર ફરી વખત પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકારે પણ રાજ્યામાં ૩૦ એપ્રિલ સુધીનો નાઇટ કફ્ર્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ નાઇટ કફ્ર્યુ રાજ્યના તમામ જિલ્લામાં લાગુ થશે. રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કફ્ર્યુ લાગુ રહેશે.
આ પહેલા રાત્રિ કફ્ર્યુ રાજ્યના ૧૨ જિલ્લામાં લાગુ કરાયો હતો. આ રાત્રિ કફ્ર્યુ ૧૦ એપ્રિલ સુધી હતો. જ્યારે હવે આખા રાજ્યમાં રાત્રિ કફ્ર્યુ લાગુ કરવામાં આવ્યો છે. બુધવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં કોરોના કોસની સમીક્ષઆ અંગે મળેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમરીંદર સિંહે પહેલા જ ચેતવણી આપી હતી કે જાે લોકો માનશે નહીં તો ૮ એપ્રિલથી વધારે કડકાઇ કરવમાં આવશે.
આ સિવાય રાજ્ય સરકારે રાજકિય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. આ સાથે જ કોઇ પણ આઉટડોર કાર્યક્રમની અંદર વધારેમાં વધારે ૧૦૦ લોકો અને ઇનડોર કાર્યક્રમની અંદર માત્ર ૫૦ લોકોની મંજૂરી આપવામાં આવી છે. પંજાબમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યા અંગે કેન્દ્ર સરકારે ચેતવણી આપી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે પંજાબમાં આવતા કોરોના કેસમાં ૮૦ ટકા કેસ બ્રિટેનના સ્ટ્રેનના છે. જે પહેલા કરતા વધારે જાેખમી છે. જે બાળકો અને યુવાનોને પણ ઝપેટમાં લઇ રહ્યો છે.