પૂણેની ઇન્સ્ટિ. ઓફ વાઇરોલોજીની ટીમ ચાંદીપુરાની તપાસ માટે ગોધરામાં

પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના વધતા જતા કેસોને લઈને રાજ્ય સરકાર જે રીતે સતર્ક બની છે જેને લઇને આજે રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આજે પુના ખાતેથી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયોલોજીની એક ટીમ ગોધરા ખાતે આવી પહોંચી હતી અને આરોગ્ય વિભાગને સાથે રાખીએ પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી દરમ્યાન બાળકોના પીડીયાટ્રીક વોર્ડની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્યની ટીમ સાથે એક બેઠક પણ યોજી હતી જેમાં ચાંદીપુરાના વધતા જતા કેસોને લઈને સમીક્ષા બેઠક પણ કરવામાં આવી હતી ત્યારબાદ પુનેથી આવેલી ટીમના સભ્યો ગોધરા તાલુકાના કોટડા ગામે પહોંચ્યા હતા જ્યાં પંચમહાલ જિલ્લાનો પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરા નો કેસ નોંધાયો હતો અને અસરગ્રસ્ત બાળકીનું મોત પણ નિપજ્યું હતું એન.આઈ.વી ટીમે અસરગ્રસ્ત બાળકીના ઘરે પહોંચી જરૂર પૂછપરછ કરી હતી અને જરૂરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી સાથે સમગ્ર સ્થળનો પણ સર્વે કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજે પંચમહાલ જિલ્લામાં વધુ ત્રણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો મળી આવ્યા હતા જેમાં ગોધરા તાલુકાના વાવડી અને મોરડુંગરા સહિત મોરવા હડફ તાલુકાના રજાયતા ગામેથી મળી આવતા આજે ફરી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સર્વેલેન્સ અને દવા છંટકાવની કામગીરી કામગીરી હાથ ધરી હતી જાે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો ગોધરા કાલોલ ઘોઘંબા મોરવા સહિતના ગ્રામ્ય પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ ૧૪ જેટલા કેસ નોંધાયા છે જેમાં પાંચ બાળ દર્દીઓના મોત નિપજ્યા છે જેને લઈને ભારે હાહાકાર મચી ગયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution