ગણેશ વિસર્જનની મંજૂરીને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

વડોદરા : ગુજરાત રાજ્ય સરકારનાં જાહેરનામા વિરુદ્ધ વહીવટી તંત્ર તરફથી મનસ્વી અર્થઘટન કરીને સત્તાના જોરે એક તરફી જાહેરાત કરાતા ગણેશ વિસર્જનની મંજૂરીને લઈને ભાજપાના શતાબ્દી વિસ્તારક અરવિંદ સિંધા દ્વારા પોતાના એડવોકેટ મારફત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.જેમાં એવી દાદ માગવામાં આવી છે કે સરકારના જ અનલૉક ૩મુજબ ૨-૪ વ્યક્તિઓને વિસર્જનની મંજૂરી આપવી જોઈએ તેમજ એના માટે કોઈપણ પ્રકારની દંડકીયા કાર્યવાહી થવી જોઈએ નહિ. વડોદરામાં વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે. ત્યારે ગુજરાત સરકારનાં જાહેરનામા વિરુદ્ધ વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું કે ગણેશ મહોત્સવ ઘરમાં સ્થાપના કરી ઘરમાં જ વિસર્જન કરવું તેમજ નદી,તળાવમાં વિસર્જન કરવું નહિ તેવા જાહેરનામા સામે અરવિંદ સિંધા દ્રારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી-પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે અનલૉક ૩નાં નિયમો અનુસાર ૨-૪ વ્યક્તિઓને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો સાથે વિસર્જનની મંજૂરી આપવી.એની પાછળનું પ્રમુખ કારણ એ છે કે સરકારનાં ૮/૮/૨૦૨૦નાં જાહેરનામા મુજબ ફકત મોટી સંખ્યામાં વિસર્જન કે શોભાયાત્રા કાઢવી નહિ, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પરંતુ હિન્દુ વિચારધારા ધરાવતી ભાજપા સરકાર દ્વારા ઘરમાં વિસર્જન કરવો,નદી તળાવમાં વિસર્જન કરવું નહિ તેવો કોઈ ઉલ્લેખ નથી તેથી અરવિંદ સિંધા દ્રારા જનહિતમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. તેમાં દાદ માગવામાં આવી છે કે સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો અનુસાર ૨-૪ વ્યક્તિને ગણેશ મૂર્તિ નદી તળાવ , સુરસાગરમાં વિસર્જન કરવા હુકમ કરવામાં આવે.અને ગુનો કે દંડ કરવાના જાહેરનામા રદ્દ કરવામાં આવે એવી દાદ જાહેર હિતની કરાયેલ અરજીમાં માગવામાં આવી છે. તેથી પોલીસ કમિશનર, મ્યુનિ કમિશનરને પીઆઈએલની કોપી રજૂ કરી આવેદન આપવામાં આવ્યું છે કે આ બાબતે હવે પછીથી કોઈ ગુનો કે દંડ નોધવામાં ન આવે અને ૨-૪ વ્યક્તિને વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution