ચેન્નેઇ-
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ ટ્વીટરના માધ્યમથી PSLV-C51નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ગયું હોવાની અને 28મી ફેબ્રુઆરીએ સવારે 10.24 કલાકે આ રોકેટ લોન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.PSLV-C51એ ભારતીય પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામનું 53મું મિશન છે.
તાજેતરમાં રચાયેલા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડના પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશનમાં ઈસરો ૨૮મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા ખાતેના સ્પેસપોર્ટ પરથી બ્રાઝિલના Amaazonia અને 20 અન્ય ઉપગ્રહોને લોન્ચ કરશે. ઈસરોના કહેવા પ્રમાણે ઉપગ્રહોને અંતરિક્ષ એજન્સીના રોકેટ PSLV-C51 દ્વારા 28મી ફેબ્રુઆરીએ હવામાનને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવશે.
PSLV-C51એ NSIL પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોન્ચ મિશન છે. ઈસરો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે Amaazonia 1 સેટેલાઈટ આ મિશનનું પ્રાઈમરી પેલોડ હશે. તે સંપૂર્ણપણે બ્રાઝિલ દ્વારા વિકસિત કરવામાં આવેલું પ્રથમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. ઈસરોએ ટ્વીટમાં આ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવનારો બ્રાઝિલનો પ્રથમ ઉપગ્રહ હોવાની માહિતી આપી હતી. PSLV-C51 રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન સંસ્થાનો ઓપ્ટિલક અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણીનું નીરિક્ષણ અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ પાકના વિશ્લેષણમાં મદદ કરશે. આ રોકેટની સાથે અન્ય 20 ઉપગ્રહોને પણ લોન્ચ કરવામાં આવશે.