ગાંધીનગર-
રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.
26 સબ રજીસ્ટાર કચેરીઓને મોડલ કચેરી બનાવવા માટે ૮ કરોડની જોગવાઈ
ડાંગ જિલ્લાની સંપૂર્ણ રસાયણમુક્ત મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે 6000 નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ માટે ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ 7232 કરોડની જોગવાઈ
અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે. તેના માટે ૨૦ કરોડની જોગવાઈ