પડતર પ્રશ્ને તલાટીઓના ધરણાં યોજી વિરોધ પ્રદર્શન

વડોદરા : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો ઉકેલ ન આવતા મહામંડળના સમર્થનમાં જિલ્લાના વિવિધ તાલુકાના તલાટીઓએ આજે જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર પોકારી ધરણા યોજ્યા હતા.અને પ્રશ્નોનુ નિરાકરણ નહી આવેતો હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે તલાટી મંત્રીનું મહેકમ મંજૂર કરાયું હતું. જેને ૫૮ વર્ષ જેટલો સમય થયો છે. પંચાયત વિભાગની કામગીરી ઉપરાંત ૨૨ પ્રકારની ઓનલાઇન કામગીરી અને મનેરેગા સહિત તમામ યોજનાકીય કામગીરી તલાટીઓ કરે છે.

રાજ્ય સરકાર પાસે તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે તલાટી મંત્રીનું નવું મહેકમ મંજૂર કરી એક ગામમાં એક તલાટી મંત્રીની નિમણૂંક કરવા સહિતના વિવિધ પ્રશ્નોની માંગણી અંગે સરકારે તારીખ ૬/૧૦/૨૦૧૮માં આપેલ બાહેધરીનું સતત ત્રણ વર્ષ થયા છતાં પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો જેથી પડતર પ્રશ્નોના નિરાકરણ નિરાકરણની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત કચેરીએ વડોદરા જિલ્લાના તલાટીઓએ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પંચાયતતલાટી કમમંત્રીને રેવન્યુ તલાટી ની જેમ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ આપવું તથા મહેસુલી કેડરમાં પણ પ્રમોશન આપવું.

૨૦૦૪-૦૫, ની ભરતી ના તલાટી કમ મંત્રીની નોકરી સહિતના બેનરો સૂત્રોચ્ચાર કર્યા હતા. તલાટી મંડળે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વારંવારની રજૂઆતો સરકારમાં કરવા છતાં નિરાકરણ આવ્યુ નથી.અને જાે ઉકેલ નહી આવે તો ૧૨ ઓક્ટોબરે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ સાથે એક દિવસના ધરણાં કરશે. તેમ છતાં પ્રશ્નોનો નિકાલ ન થાય તો અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution