કાબુલ-
અફઘાનિસ્તાનમાં કબજાે જમાવ્યા બાદ હવે તાલિબાન સહિતના આતંકવાદી સંગઠનો સત્તામાં ભાગીદારી મામલે એકબીજાના લોહીના તરસ્યા બની રહ્યાં છે. અફઘાનિસ્તાનના પંજશીરમાં નોર્ધન એલાયન્સ તાલિબાનની સત્તા સ્વીકારવા તૈયાર નથી અને હાલ બંને વચ્ચે ઘમસાણ લડાઇ જારી છે. બીજીતરફ અફઘાનિસ્તાનની નવી સરકારમાં મહત્તમ ભાગીદારી મેળવવા માટે તાલિબાન અને હક્કાની નેટવર્ક સામસામે આવી ગયાં છે. આ સ્થિતિ દેશને ગૃહયુદ્ધ તરફ દોરી જાય તેવી સંભાવના છે. અમેરિકન સેનાના જાેઇન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. મારો લશ્કરી અનુભવ કહી રહ્યો છે કે અફઘાનિસ્તાનમાં ગમે ત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળશે. તાલિબાન સત્તાને પચાવીને અસરકારક સરકાર રચી શકશે કે કેમ તે અંગે શંકા છે.