ન્યુયોર્ક/મહુધાતા
વધુ એક ગુજરાતીએ અમેરિકામાં દેશનું નામ રોશન કર્યું છે.ગુજરાતી મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને યુ.એસ.આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. ઈન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સેનિકા શાહે પ્રમોશન બાદ હવે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે. મેડિકલ સ્કૂલમાંથી આ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ સેનિકા શાહને આર્મીમાં કેપ્ટનના હોદા ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે. સેનિકા શાહે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘‘સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો મને આનંદ મળશે.
મારા જીવનનો ધ્યેય સક્સેસફૂલ ઓબીજીવાયએન ફિઝિશિયન અને સર્જન બનવાનો છે. પરિવાર મુંબઈથી ન્યુયોર્ક શિફ્ટ થયો હતો એક અહેવાલ મુજબ સૈનિકા શાહના પિતા પ્રિતમ શાહ અને માતા કવિતા શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતાનો પરિવાર રાજસ્થાનના પિંડવાડા અને માતાનો પરિવાર ગુજરાતના મહુધા ખાતે રહેતો હતો. પ્રિતમ અને કવિતા શાહ મુંબઈથી બાદમાં ન્યુયોર્ક શિફ્ટ થયા હતા.