આશાસ્પદ એવા સ્ટાર્ટઅપ્સને ભંડોળની અછત વર્તાતી નથી


વર્તમાન વર્ષના જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં ભારતની સ્ટાર્ટઅપ્સ કંપનીઓએ વેન્ચર કેપિટલ (વીસી) મારફત ૬.૩૦ અબજ ડોલર જેટલી રકમ ઊભી કરી છે. ૬૭૨ જેટલા સોદા મારફત આ રકમ ઊભી કરાઈ હતી. ૨૦૨૩ના પ્રથમ સાત મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષમાં સ્ટાર્ટઅપ્સે વીસી મારફત ઊભી કરેલી રકમનો આંક ૪૩ ટકા વધુ છે. વૈશ્વિક સ્તરે ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ સાવચેતીભર્યું રહ્યું છે ત્યારે ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો હોવાનું સ્ટાર્ટઅપ્સમાં આવેલા ભંડોળ પરથી કહી શકાય એમ છે. એક રિસર્ચ પેઢીના અહેવાલ પ્રમાણે વિશ્વ સ્તરે વીસી સોદાના વોલ્યુમમાં ૧.૨૦ ટકા વધારો થયો છે. ગયા વર્ષના જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં ભારતમાં ૬૬૪ વીસી સોદા મારફત ૪.૪૦ અબજ ડોલરની રકમ ઊભી કરાઈ હતી. દેશમાં આશાસ્પદ એવા સ્ટાર્ટઅપ્સને ભંડોળની અછત વર્તાતી નથી. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન વિશ્વ સ્તરે થયેલા કુલ વીસી સોદામાં ભારતનો હિસ્સો સાત ટકા રહ્યો છે જ્યારે ભંડોળમાં ૪.૩૦ ટકા હિસ્સો રહ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution