જથ્થાબંધ ફુગાવામાં લાંબા સમય સુધી વધારાની મોટા ભાગનાં ઉત્પાદકક્ષેત્રો પર નકારાત્મક અસર


જૂન મહિનામાં જથ્થાબંધ (હોલસેલ) મોંઘવારીનો દર ૧૬ મહિનાની ઊંચાઈએ છે. આજે ૧૫ જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, હોલસેલ મોંઘવારી વધીને ૩.૩૬% થઈ ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં હોલસેલ ફુગાવાનો દર ૩.૮૫% હતો. એ જ સમયે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૬૧%ની ૧૫ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો. અગાઉ એપ્રિલ ૨૦૨૪માં ફુગાવો ૧.૨૬% હતો, જે ૧૩ મહિનામાં સૌથી વધુ હતો. બીજી તરફ શુક્રવારે છૂટક મોંઘવારી દરમાં પણ વધારો જાેવા મળ્યો હતો.

જથ્થાબંધ ફુગાવામાં લાંબા સમય સુધી વધારાની મોટા ભાગનાં ઉત્પાદકક્ષેત્રો પર નકારાત્મક અસર પડે છે. જાે જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ ઉઁૈંને નિયંત્રિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઈલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઈંધણ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જાેકે સરકાર એક મર્યાદામાં જ ટેક્સ કટ ઘટાડી શકે છે. ઉઁૈંમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનને વધુ વેઇટેજ આપવામાં આવે છે.

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજાે જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. એને કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ઝ્રઁૈં) પણ કહેવામાં આવે છે. જ્યારે જથ્થાબંધ ભાવ સૂચકાંક (ઉઁૈં)નો અર્થ એ છે કે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી જે ભાવ વસૂલ કરે છે. ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો ૬૩.૭૫%, ખોરાક જેવી પ્રાથમિક વસ્તુઓનો ૨૦.૦૨% અને બળતણ અને શક્તિ ૧૪.૨૩% છે. એ જ સમયે છૂટક ફુગાવામાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો ૪૫.૮૬% છે, આવાસનો હિસ્સો ૧૦.૦૭% છે અને બળતણ સહિત અન્ય વસ્તુઓનો પણ હિસ્સો છે.

જૂનમાં છૂટક ફુગાવો વધીને ૫.૦૮% થયો છે. આ ૪ મહિનામાં મોંઘવારીનો સર્વોચ્ચ સ્તર છે. એપ્રિલમાં ફુગાવો ૪.૮૫% હતો, જ્યારે એક મહિના પહેલાં મે મહિનામાં ફુગાવો ૪.૭૫% હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે શુક્રવારે ૧૨ જુલાઈના રોજ આ આંકડા જાહેર કર્યા હતા. ખાદ્યપદાર્થોના ભાવ મોંઘવારીથી વધી રહ્યા છે. ખાદ્ય ફુગાવાનો દર ૮.૬૯થી વધીને ૯.૩૬% થયો છે. એ જ સમયે, શહેરી ફુગાવો પણ મહિના દર મહિનાના આધાર પર ૪.૨૧%થી વધીને ૪.૩૯% થયો છે. ગ્રામીણ મોંઘવારી દર પણ ૫.૩૪%થી વધીને ૫.૬૬% થયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution