મુંબઈ
એશિયન પેંટ્સનો નાણાકીય વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં નફો ૨.૬ ગણો વધીને ૫૭૪.૩ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના પહેલા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સનો નફો ૨૧૯.૬ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨ પહેલા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની આવક ૯૧.૧ ટકા વધીને ૫,૫૮૫.૪ કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ પહેલા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની આવક ૨,૯૨૨.૭ કરોડ રૂપિયા રહી હતી. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સના એબિટા ૪૮૪.૩ કરોડ રૂપિયાથી વધીને ૯૧૩.૬ કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન ૧૬.૬ ટકાથી ઘટીને ૧૬.૪ ટકા રહ્યા છે.