અમદાવાદ શહેરના પાલડીમાં પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આવું કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ માતા-પુત્રના મૃતદેહોનો કબજાે મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસમાં રહેતા લોકોનું પણ નિવેદન લીધું છે. કયા કારણોસર આવું કર્યું તે જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો છે. બનાવની વિગતવાર વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા ૪ નંબરના મકાનમાં ૭૫ વર્ષીય દત્તાબેન ભગત તેઓના ૪૨ વર્ષીય દીકરા સાથે અનેક વર્ષોથી રહેતા હતા. બુધવારે વહેલી સવારે ૮ વાગતા તેઓના ઘરની બહાર થેલીમાં દૂધ અને છાપુ જાેવા મળતા પાડોશીને લાગ્યું કે તે બહાર ગયા હસે, જાેકે બાદમાં શંકા જતા ઘરના દરવાજાની બાજુમાં કાચ તોડી ઘરમાં જાેતા મૈત્રેય ભગત હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. જે બાદ અન્ય રૂમમાં જાેતા તેના માતા દત્તાબેન ભગત બેડ પર મૃત હાલતમાં હતા અને તેઓના ગળા પર ઈજાના નિશાન હતા.આ ઘટનાને લઈને પાલડી પોલીસની સાથે છઝ્રઁ અને ડ્ઢઝ્રઁ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ મામલે હ્લન્જી ની પણ મદદ લેવાઈ હતી.હ્લજીન્ ની ટીમે ઘરમાંથી હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે મૃતક માતા પુત્ર છેલ્લા ૩૫ વર્ષથી અહીંયા રહેતા હતાં, મૃતક દત્તાબેન ભગતના પતિ દિલીપ ભગત સ્મ્મ્જી ડોક્ટર હતા. જેઓનું ૬ વર્ષ પહેલાં મોત થયું હતું. જે બાદથી માતા અને પુત્ર ઘરમાં રહેતા હતા. માતાની હત્યા કરનાર મૈત્રેય ભગત શહેરની ય્ન્જી કોલેજમા ઇકોનોમિકસના પ્રોફેસર હતા. પરિવારમાં તેને એક બહેન હતી, જેના લગ્ન સુરતમાં થયા હોવાથી તે સુરતમાં સાસરીમાં રહેતી હતી. આ બનાવ પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં ડિપ્રેશન હોવાનો પોલીસને અંદાજ છે. ૪૨ વર્ષીય મૈત્રેય ભગતના લગ્ન થયા ન હતા અને તેને થોડા સમય પહેલા હ્રદયની સર્જરી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું. જાેકે હવે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે બંનેના મોબાઈલ માં મોકલ્યા અને વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં આ કેસમાં તપાસમાં હત્યા અને આપઘાત પાછળના ક્યા કારણો સામે આવે છે તે જાેવું રહ્યું.
પોલીસકર્મીએ સાબરમતીમાં ઝંપલાવ્યું
શહેરમાં આજે વહેલી સવારે એક પોલીસેકર્મીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. માહિતી મુજબ, કિરણસિંહ અમરસિંહ નામના પોલીસકર્મીએ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જાે કે, પોલીસકર્મીએ આત્મહત્યા કયાં કારણોસર કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પીએમ અર્થે મોકલી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.