પ્રોડયુસર કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કર્યું કમબૅક

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદ અને કૅમ્પના મુદ્દાએ બહુ જોર પકડયું છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સગાવાદના મુદ્દે પ્રોડયુસર કરણ જોહર ને બહુ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામને અલવિદા કહી દીધુ હતું. પરંતુ હવે ભાઈ-ભત્રીજાવાદનો વિવાદ થોડોક શાંત પડતા કરણે ઈન્સ્ટાગ્રામ પર કમબૅક કર્યું છે. તાજેતરમાં અભિનેતા રણવીર સિંહના લાઈવ સેશનમાં કરણની હાજરી જોવા મળી હતી. બીજી બાજુ વિવાદોથી બચવા માટે આગામી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માંથી મેકર્સે કરણ જોહરનું નામ કાઢી નાખ્યું છે. 

રણવીર સિંહ એફએ કપમાં આર્સેનલે મેળવેલી જીતથી ખુશ હતો અને આ ખુશી તે ચાહકો સાથે મળીને ઉજવવા માંગતો હતો એટલે તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચૅટ સેશન કર્યું હતું. જેમાં અન્ય ર્સ્ટાસ અને ફૅન્સની સાથે કરણ જોહર પણ જોડાયો હતો. લાઈવ ચૅટ દરમ્યાન કરણે હસવા વાળા ઈમોજી પોસ્ટ કર્યા હતાં. જેના પરથી અંદાજ લગાડી શકાય છે કે કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કમબૉક કર્યું છે.  ટીમની ક્રેડિટ લાઈન કાઢી નાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution