પ્રિયંકા ચોપરાનું બોલિવુડને બાય બાય કરવાનું કારણ પોલિટિક્સ

બોલીવુડમાં કલાકારો નો પીટારો ક્યારેય ખાલી થતો જ નથી. એ પછી ૭૦ દાયકાના હોય કે ૯૦ દાયકાના હોય... ફિલ્મ જગત એક એવી દુનિયા છે કે જ્યાં તમે સફળ થયા તો થયા બાકી કેટલાય સંઘર્ષો પછી પણ કલાકારોને સફળતા મળતી નથી. બોલીવુડ એક્ટ્રેસની વાત કરીએ તો ફિલ્મોમાં કામ કર્યા પછી સંજાેગાવસાત ફિલ્મ કરિયર છોડવું પણ પડે છે અને થોડા વર્ષો પછી કમબેક પણ કરે છે. એમાંની જ એક બોલીવુડ દેશી ગર્લ ની વાત છે જેના ૈહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. જે ક્યારેક બોલીવુડ રાજનીતિની ભોગ બની હતી અને બોલીવુડ છોડવાની નોબત પણ આવી હતી. આજે એ જ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક સફળ અભિનેત્રી ગાયક અને પ્રોડ્યુસર છે. મિસ વર્લ્ડ ૨૦૦૦ની વિજેતા અને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ મોખરે છે. ૨૦૧૬માં પ્રિયંકા અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. પ્રિયંકાને ટાઈમે વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું અને ફોબ્સે તેને વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન આપ્યું. ઇન્ડિયન આર્મીમાં ફિઝિશિયનની ફરજ બજાવતા માતા-પિતાની દીકરી પ્રિયંકાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૮૨ માં જમશેદપુર બિહારમાં થયો હતો. બાળપણની વાત શેર કરતા પ્રિયંકા કહે છે કે, માતા પિતા આર્મીમાં હોવાથી ભારતના દરેક રાજ્યમાં એમણે બાળપણ માણ્યું અને ભારતના દરેક કલ્ચરને ઘણું પાસેથી જીવ્યું. લેહમાં તો તેઓ ઘરમાં નહીં પરંતુ બંકરમાં જ રહેતા હતા. ૧૩ વર્ષની ઉંમરે પ્રિયંકા અમેરિકા ગઈ ત્યાં તેમણે ઘણા થિયેટર પ્રોડક્શનમાં ભાગ લીધો અને વેસ્ટન ક્લાસિકલ મ્યુઝિક પણ શીખ્યું. દરમિયાન તેમને આફ્રિકન-અમેરિકન વિદ્યાર્થીઓ દ્વારા ઘણીવાર જાતિવાદનો સામનો પણ કરવો પડ્યો હતો. છતાં હાર ના માનતા ત્રણ વર્ષ પછી ભારત આવી બાકીનો અભ્યાસ બરેલીમાં પૂર્ણ કર્યો. રંગભેદ સામનો કર્યા પછી પણ ૧૮ વર્ષની ઉંમરે ૨૦૦૦માં ૯૦ દેશોને પાછળ પાડી મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કરેલો છે. મિસ વર્લ્ડનો તાજ પહેર્યા પછી સૌ પ્રથમ તેને તમિલ સિનેમામાં એન્ટ્રી મળી અને પછી બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી. હિટ ફિલ્મોના એક પછી એક સિલસિલા છતાં ૨૦૧૫ પછી અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની નોબત આવી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું કારણ પ્રિયંકા પોતે નહીં પરંતુ તે બોલીવુડ રાજનીતિનો ભોગ બની હતી જેમાં તેને પોતાની ઈચ્છા મુજબ રોલ ન આપવા, સાઇડ ટ્રેક કરવી જેવા કારણો જવાબદાર હતા.

એક સમયે એવો પણ આવ્યો કે પ્રિયંકાને ફિલ્મો મળવાનું બંધ જ થઈ ગયું. તો હાર ન માનતા તેણે મ્યુઝિકને કરિયર બનાવવાનું નક્કી કર્યું. હોલીવુડમાં અંગ્રેજી ગીતો ગાઇને જગ્યા એવી તો બનાવી કે તેની ફી પણ બોલીવુડ એક્ટરની સમકક્ષ હતી. અને હા, તે હોલીવુડમાં સૌથી વધારે કામ કરતી ભારતીય એક્ટ્રેસ હતી. આજ સમયે તેણે ૨૦૧૫માં અમેરિકન સીરીઝમાં કામ કરવા બદલ પીપલ્સ

ચોઈસનો એવોર્ડ પણ મળ્યો હતો.

ભારતમાં હાઇ-પ્રોફાઇલ લોકપ્રિય સેલિબ્રિટી,સેક્સ સિમ્બોલ અને સ્ટાઇલ આઇકોન તરીકે કોઈ ઓળખાતું હોય તો એ છે માત્ર પ્રિયંકા ચોપરા...મીડિયા અને ફેન્સ દ્વારા પ્રિયંકાનો ફેસ કટ, આંખો, હોઠ અને દેખાવને તેની શ્રેષ્ઠ વિશેષતા તરીકે ઓળખાવામાં આવી છે ....

બોલીવુડ હોય કે હોલિવુડ ખ્યાતનામ એક્ટ્રેસમાં પ્રિયંકાનું નામ હોય અને સંઘર્ષભર્યા જીવનમાં મિત્રો સાથે સાથે દુશ્મનો ન હોય એવું બને જ નહીં. મીડિયા હોય કે ચાહકો હોય, ર્મિચ મસાલા ન ઉમેરે ત્યાં સુધી મજા આવે નહીં.

ડોન ફિલ્મ શાહરૂખ ખાન સાથે કામ કર્યા પછી દરેક પાર્ટીઓમાં તેઓ બંને સાથે જ લાઇમલાઇટમાં આવતા. ઘણા સમય સુધી સાથે જ સમય વિતાવતા જેથી શાહરુખ ખાન સાથેના લગ્નેતર સંબંધની અફવાએ આખા બૉલીવુડ જગતને હચમચાવી નાખી હતી. જેના લીધે ગૌરીખાનના શાહરુખ ખાન સાથે અણબનાવ થતા હતા. આખરે ગૌરી ખાન ના મિત્ર કરણ જાેહરે અફવાને ખોટી સાબિત કરી હતી. દરમિયાન પ્રિયંકા પણ હોલીવુડમાં કરિયર બનાવવા ઘણી વ્યસ્ત હતી.

પ્રિયંકા ચોપરા ‘એતરાજ ‘ફિલ્મ પછી કરીનાની વાહિયાત કમેન્ટનો પણ ભોગ બની હતી. જેમાં પ્રિયંકાને નેગેટિવ રોલ કરવા બદલ પ્રશંસા અને એવોર્ડ મળ્યા હતા અને કરીનાને ભાગ કાંઈ જ નહોતું આવ્યું.

સૌથી વધુ ચર્ચામાં રહેલા કિસ્સાની વાત કરીએ તો, પ્રિયંકાની બેસ્ટ હોલીવુડ ફિલ્મ ‘બે-વોચ‘ના પ્રમોશનની ઇવેન્ટ હતી. જ્યાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શોર્ટ ડ્રેસમાં મળવા ગઈ અને મીડિયામાં ટ્રોલ થઈ. કહેવાય છે ને કે બોલવાવાળાની જીભને તાળું થોડું મરાય! પ્રિયંકાના ફેન્સ તો તેની નૈતિકતા અને સંસ્કૃતિ પર પણ પ્રશ્ન ઉઠાવવા લાગ્યા. આખરે થોડા દિવસ પછી પ્રિયંકાની માતા એ જ વાતનો ખુલાસો કરતા કીધું કે નરેન્દ્ર મોદીને મળવાનું અચાનક થતા પ્રિયંકાને ડ્રેસ બદલવાનો સમય જ નહોતો મળ્યો.

૨૦૧૫માં હોલિવૂડમાં કામ લીધા પછી મે ૨૦૧૮માં અમેરિકન સિંગર અને એક્ટરને ડેટિંગ કર્યા પછી ડિસેમ્બર ૨૦૧૮માં લગ્નગ્રંથિથી જાેડાયા અને ૨૦૨૨ માં સારોગસી દ્વારા તેમને ત્યાં બાળકનો જન્મ થયો.

૨૦૨૩ માં સૌથી મોંઘા કહેવાતા ટીવી શો 'સિટાડેલ’ માં એક્ટિંગ માટે પ્રિયંકા અને હોલીવુડ સ્ટાર રીચર્ડ મેડનની સમકક્ષ ૨૫૦ કરોડ પે મળ્યું હતું.

  ૨૦૨૪ માં પ્રિયંકા 'ધ બ્લફ’નામના હોલીવુડ ફિલ્મમાં 'ફિઅર્સ પાઇરેટ’ના રોલમાં જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution