મુંબઈ
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી સફળતાનો ઝંડો ફરકાવનારી પ્રિયંકા ચોપડા ઘણી વાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં તેના એક ફોટોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકાએ તેના કૂતરા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે બંને ટાઇગર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. પ્રિયંકા આ દિવસોમાં તેની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ સિવાય પ્રિયંકા ઘણા શો પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી રહી છે, તેમ છતાં તે તેના સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે.
તે ફિલ્મ અને અંગત જીવનને લગતા તેના વીડિયો શેર કરતી રહે છે. પ્રિયંકાએ વ્હાઇટ ટાઇગર પટ્ટાવાળો ડ્રેસ પહેરીને ફોટો કર્યો છે જે ઇન્સ્ટાગ્રામ પર વ્હાઇટ ટાઇગર જેવો દેખાય છે. સાથે કેપ્શન પણ લખ્યું હતું કે ‘વ્હાઇટ ટાઇગર અને તેનું બાળક’. સાથે ‘ધ વ્હાઇટ ટાઇગર’ હેશટેગ માર્યું છે. પ્રિયંકાએ હાઈનેક ડ્રેસ સાથે કાળા ચશ્માં પહેર્યા છે અને કાનમાં મોટી ઈયરિંગ્સ પહેરી છે. આ ફોટામાં પ્રિયંકા સુંદર દેખાઈ રહી છે. પરંતુ આ ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર આ ડ્રેસની કિંમત ૨૬૦૦ ડોલર છે,
જે લગભગ ભારત પ્રમાણે ૧ લાખ ૮૯ હજાર ૮૭૨ રૂપિયા થાય છે. પ્રિયંકાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ ૧૩ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને શ્રેષ્ઠ અભિનય બદલ ગોલ્ડ હાઉસ એવોડ્ર્સની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની પાસે સ્ટાર રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ છે.