બોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હવે આસામ બાદ બિહારના પૂર પીડિતો માટે મદદનો હાથ મૂક્યો છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસે પણ પૂરગ્રસ્ત બિહાર રાજ્યને દાન આપ્યું હતું. પ્રિયંકાએ આ જાણકારી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, " ભારતમાં ચોમાસાથી દેશના ઘણા ભાગોમાં ભારે વિનાશ થયો છે. મારો જન્મ થયો તે બિહાર રાજ્ય સતત વરસાદને કારણે પૂરથી ભરાઈ ગયું છે. આસામની જેમ, લોકો પણ પ્રભાવિત થયા છે અને ઘણા લોકો વિસ્થાપિત થયા છે. તે લોકો મોટા વિનાશથી પીડાઈ રહ્યા છે, તેઓને દરેક શક્ય સહાયની જરૂર છે, જે આપણે કરી શકીએ. નિક અને મેં પહેલેથી જ થોડાં સંગઠનોને દાન આપ્યું છે, જેની ટીમો રાજ્યમાં સક્રિય છે અને શક્ય તમામ મદદ માટે આગળ છે. હવે તમારો વારો છે. ''
આસામમાં પુરના કારણે સ્થિતિ ગંભીર થઈ છે તેવામાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેનો પતિ નિક જોનસ લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. પીસી અને નિક આસામના પુર પીડિતોને મદદ કરવા માટે બે સંગઠનોને દાનમાં મોટી રકમ આપી છે. આ સાથે જ તેમણે અન્ય લોકોને પણ મદદ કરવા આગળ આવવા અપીલ કરી છે.
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે, આપણે બધા હાલ વૈશ્વિક મહામારાના પ્રભાવથી લડી રહ્યા છીએ, તેવામાં ભારતનું એક રાજ્ય આસામ કોરોના સાથે પુરના સંકટથી પણ લડી રહ્યું છે. ભારે વરસાદના કારણે અહીં અનેક લોકો પ્રભાવિત થયા છે. તેમને મદદની જરૂર છે તેથી હું વિશ્વસનીય સંગઠનોની વિગત શેર કરું છું જે સારું કામ કરી રહ્યા છે તેમને લોકોની મદદ માટે દાન આપી શકો છો. જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાએ કોરોના વાયરસના રિલીફ ફંડમાં પણ દાન કર્યું છે.