દુબઈમાં ભારત-પાકના ગુપ્તચર અધિકારીઓની ખાનગી બેઠક

દિલ્હી-

કાશ્મીર મુદા પર ભારત-પાકીસ્તાન વચ્ચેના તનાવને લઈને અને આ તનાવ તોડવા માટે બન્ને દેશના મુખ્ય ગુપ્તચર અધિકારીઓની એક મહત્વની ગોપનીય બેઠક જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં મળી હતી તેવો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારત દ્વારા બાલાકોટ એર સ્ટ્રાઈક કરાયા બાદ બન્ને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. બાદમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 નાબુદ કરવામાં આવતા ભારત-પાક વચ્ચેનો તનાવ ચરમ સીમાએ પહોંચી ગયો હતો. જેને પગલે પાકિસ્તાને ભારત સાથે રાજનીતિક સંબંધો ખતમ કરી દ્વિપક્ષીય વ્યાપાર પણ સસ્પેન્ડ કરી નાખ્યો હતો.

દુબઈમાં થયેલી ગુપ્ત મુલાકાતમાં ભારતીય જાસૂસી સંસ્થા રો અને પાકીસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં આયોજન કરવામાં સંયુક્ત આરબ અમીરાત સરકારે પણ મદદ કરી હતી. જો કે આ ગુપ્ત બેઠકની બન્ને દેશોની સરકારે કોઈ પુષ્ટિ નથી કરી કે ટિપ્પણી નથી કરી.

આ ગોપનીય બેઠકના બારામાં ન તો ભારત તરફથી કે ન તો પાકિસ્તાની સતાવાળાઓ તરફથી કોઈ ટિપ્પણી નથી કરાઈ. જો કે પાકિસ્તાન તો રક્ષા મામલાના એક મુખ્ય વિશ્ર્લેષક આયશા સિદીકનું માનવું છે કે બન્ને દેશોના ગુપ્તચર અધિકારીઓ છેલ્લા કેટલાક મહિનાથી ત્રીજા દેશમાં મળી રહ્યા છે તેણે જણાવ્યું હતું કે થાઈલેન્ડ, દુબઈ અને લંડનમાં આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠકો થઈ ચૂકી છે. સીદીકીનું માનવું છે કે ભૂતકાળમાં પણ જરૂર પડવા પર બન્ને દેશો વચ્ચે આ પ્રકારની ગોપનીય બેઠકો થઈ રહી છે પણ તેના બારામાં કયારે જાહેરમાં સ્વીકાર નથી થયો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution