વડાપ્રધાન ભૂતકાળ પર જ ધ્યાન આપે છેઃખડગે


નવીદિલ્હી :કોંગ્રેસના રાષ્ટ્રીય અધયક્ષ મલ્લિકાર્જુન ખડગે એક પોસ્ટ કરી છે તેમાં કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે તમે મે તમારી ખામીઓ છુપાવવા માટે ભૂતકાળ પર જ ધ્યાન આપો છો. જ્યારે દેશ ભવિષ્ય તરફ જાેઈ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૪૦ કરોડ ભારતીયોએ કટોકટીનો અનુભવ કર્યો.૧૦ વર્ષમાં તમે ભારતની લોકશાહી અને બંધારણને ઊંડો ફટકો આપ્યો છે. પક્ષોને તોડવું, પાછલા બારણેથી ચૂંટાયેલી સરકારોને પછાડવી, ૯૫% વિપક્ષી નેતાઓ પર ઈડી,સીબીઆઇનો ઉપયોગ કરવો, મુખ્યમંત્રીઓને પણ જેલમાં ધકેલી દેવા, અને ચૂંટણી પહેલા સત્તાનો ઉપયોગ કરીને લેવલ પ્લેઇંગ ફિલ્ડ બગાડવું – શું આ અઘોષિત કટોકટી નથી?

મોદીજી સર્વસંમતિ અને સહકારની વાત કરે છે, પરંતુ તેમના કાર્યો તેનાથી વિપરીત છે. જ્યારે ૧૪૬ વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને ફોજદારી ન્યાય પ્રણાલીને બદલવા માટે દેશના નાગરિકો પર ત્રણ કાયદા લાદવામાં આવે છે – ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ અને ભારતીય પુરાવા અધિનિયમ, ૨૦૨૩; જ્યારે તે પસાર કરવામાં આવ્યો ત્યારે સર્વસંમતિ શબ્દ ક્યાં હતો? છત્રપતિ શિવાજી મહારાજ જી, મહાત્મા ગાંધીજી અને બાબાસાહેબ ડો. આંબેડકરજી જેવી મહાન હસ્તીઓની પ્રતિમાઓ વિપક્ષને પૂછ્યા વગર સંસદના પ્રાંગણમાંથી એક ખૂણામાં ખસેડવામાં આવી.

આપણા ૧૫ કરોડ ખેડૂત પરિવારો પર ત્રણ કાળા કાયદા લાદવામાં આવ્યા અને તેઓને તેમના જ દેશમાં મહિનાઓ સુધી સડકો પર બેસી રહેવા મજબૂર કરવામાં આવ્યા, તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. ડિમોનેટાઈઝેશન હોય, ઉતાવળે લાગુ કરાયેલ લોકડાઉન હોય કે પછી ચૂંટણી બોન્ડ્‌સ પરનો કાયદો, આવા સેંકડો ઉદાહરણો છે જેના પર મોદી સરકારે સર્વસંમતિ/સહકારનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. વિપક્ષ તો શું પરંતુ તેમના જ પક્ષના નેતાઓને અંધારામાં રાખ્યા.

૧૭મી લોકસભામાં ઈતિહાસમાં સૌથી નીચું – માત્ર ૧૬% બિલ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ગયા અને લોકસભામાં ૩૫% બિલ એક કલાક કરતાં ઓછા સમયમાં પસાર થઈ ગયા. રાજ્યસભામાં પણ આ આંકડો ૩૪% છે. ભાજપે લોકશાહી અને બંધારણની દુર્દશા કરી છે. કોંગ્રેસે હંમેશા લોકશાહી અને બંધારણનું સમર્થન કર્યું છે અને અમે તેને સમર્થન આપતા રહીશું.

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા મલ્લિકાજુર્ન ખડગે ઉપરાંત અન્ય નેતાઓ પણ ટવીટના માધ્યમથી પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરતા રહે છે. ટ્‌વીટર એક માધ્યમ છે જ્યાં નેતા, અભિનેતા કે સામાન્ય માણસો બેરોકટોક પોતાના અભિપ્રાયો રજૂ કરતા ખચકાતા નથી. આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બન્યું છે જ્યાં તમે પ્રત્યક્ષ લોકો સાથે સંવાદ કરી શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution