મુંબઈ-
આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ અને ફિલ્મ 'શાપિત'ની કો-સ્ટાર શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન અને રિસેપ્શનને લઈને જોર શોરથી તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં જ ઉદિત નારાયણે પુત્ર આદિત્ય નારાયણના લગ્નની તૈયારીઓ વિશે વાત કરી હતી અને એ પણ ખુલાસો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીને પણ વેડિંગ રિસેપ્શન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
'કોઈમોઇ' ના એક અહેવાલ મુજબ ઉદિત નારાયણે કહ્યું કે લગ્ન મંદિરમાં થશે અને ત્યારબાદ ૨ ડિસેમ્બરે રિસેપ્શન થશે. તેમણે કહ્યું કે, રિસેપ્શન મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં યોજાશે, પરંતુ વેન્યુ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના લોકોને બોલાવવાની વાત કરતા ઉદિત નારાયણે કહ્યું, 'અમે આટલા વર્ષોથી આ ઈન્ડ્સ્ટ્રીનો ભાગ છીએ, તો અમે તેમને કેવી રીતે ન બોલાવીયે? હા, એ અલગ વાત છે કે કોરોના છે એટલે વૃદ્ધ લોકો ન આવે તો તેવું કહી શકતા નથી. પરંતુ અમે અમારી બાજુથી કોઈ કસર છોડી નથી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનને પણ આમંત્રણો મોકલ્યા છે.
આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની થઈ ગઈ છે. આ બન્નેનાં લગ્ન ૧ ડિસેમ્બરે નજીકના સંબંધીઓની હાજરીમાં થવાનાં છે. આદિત્ય અને શ્વેતા ઘણાં વર્ષોથી રિલેશનમાં હતાં. તેમણે પોતાનાં રિલેશનને છુપાવી રાખ્યાં હતાં. તેમની
તિલક સેરેમનીના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આદિત્યએ કુર્તા-પાયજામો પહેર્યો છે તો શ્વેતાએ યલો લહેંગા પહેર્યો છે. ૧ ડિસેમ્બરે આ બન્ને મંદિરમાં ૫૦ લોકોની હાજરીમાં લગ્ન કરવાનાં છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમનીનાં વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. વીડિયોમાં શ્વેતા અગ્રવાલનાં માતા-પિતા આદિત્યને તિલક કરતાં નજર આવે છે. તો ઉદિત નારાયણ અને દીપા નારાયણ ઝા તેમની સાથે સેટ પર દેખાઇ રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ છે કે, આદિત્ય નારાયણનાં લગ્ન પહેલાંનાં કાર્યક્રમમાં ફક્ત પરિવારનાં કેટલાંક નિકટનાં લોકો શામેલ થયા છે.