વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં બે દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વનથી કીવ પહોંચ્યા છે. તે લગભગ ૧૦ કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતાં. અગાઉ, મોદી અને ઝેલેન્સકી મે ૨૦૨૩માં જાપાનમાં જી-૭ સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા.

વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ત્યારથી આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. વડાપ્રધાન મોદી મેરિન્સકી પેલેસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતાં. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે..કિવમાં ભારતીય સમુદાયે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પણ જાેવા ગયા હતાં. જ્યાં ફેબ્રુઆરી, ૨૦૨૨ બાદ રશિયા સામેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ યુક્રેનના છફ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પ્રતિમા ૨૦૨૦માં મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.

યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. દુજારિકે કહ્યું કે, છેલ્લા થોડા સમયમાં અનેક મોટા દેશોના નેતાઓ કીવની મુલાકાત લીધી હતી. અમને અપેક્ષા છે કે, મોદીની આ મુલાકાતની અસર જાેવા મળશે. જે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution