વડાપ્રધાનમોદી નો ૪૫ કલાકનો ફોટોગ્રાફી કાર્યક્રમ પબ્લિસિટી મેળવવામાટેઃમમતા બેનર્જી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ૪૫ કલાક ધ્યાન પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન કર્યું. ગઈકાલે પીએમ મોદીએ ઘેરા રંગના કેસરી કપડા પહેર્યા હતા, તેમણે પહેરેલા કપડા હળવા રંગના છે. કન્યાકુમારીમાં સમુદ્રની વચ્ચે સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા પીએમ મોદીની તસવીરોની સાથે અનેક અલગ અલગ મુદ્રામાં પણ તસવીરો સામે આવી છે. જેને જાેતા અનેક સવાલો ઉભા થાય છે કેમ કે ધ્યાનમાં બેસવું એટલી શાંતિની અનુભૂતિ કરવાની હોય છે તારે ધ્યાનની મુદ્રામાં તસવીરો પાડવી કેટલી યોગ્ય છે? આ મામલે અનેક રાજકીય નેતાઓએ પણ નિવેદન આપ્યા હતા. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે વડા પ્રધાન ધ્યાન કરવા નથી ગયા પરંતુ ફોટોગ્રાફ લેવા અને ફિલ્મ બનાવવા માટે ગયા છે. છેલ્લી વખત અમે ગુફામાં બેસીને લીધેલા ફોટોગ્રાફ્સ મળ્યા હતા. મોદીજીને વિનંતિ છે કે જાે તમે ધ્યાન કરવા જાવ છો તો તમારી સાથે એવી વસ્તુઓ ન લેશો જે ધ્યાનમાં અડચણ ઊભી કરે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે દરેક ચૂંટણીમાં છેલ્લા તબક્કાના મતદાનના ૪૮ કલાક પહેલા મોદી પબ્લિસિટી મેળવવા માટે ક્યાંક ધ્યાને બેસી જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution