રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યુઝીલેન્ડના નાયબ વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય સહકારની ચર્ચા કરી

વેલિંગ્ટન: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિન્ડી કિરો અને નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ સાથે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી. મુર્મુ તેના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કાના ભાગરૂપે બુધવારે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. અહીં પહોંચતા જ તેમને રોયલ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યુઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિન્ડી કિરોને મળ્યા,” રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. બંને નેતાઓએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોની પ્રશંસા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી.’’ બાદમાં પીટર્સ રાષ્ટ્રપતિ મુર્મુને પણ મળ્યા હતા. પીટર્સ ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી પણ છે.મુર્મુના કાર્યાલયે જણાવ્યું હતું કે, “બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ પર ભાર મૂક્યો હતો અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની રીતો પર ચર્ચા કરી હતી.” આ દરમિયાન તેમણે શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ વિશે વાત કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “શિક્ષણ હંમેશા મારા હૃદયની નજીક રહ્યું છે. શિક્ષણની પરિવર્તનકારી શક્તિ મેં જાતે જ જાેઈ અને અનુભવી છે. શિક્ષણ એ માત્ર એક વ્યક્તિગત પ્રયાસ નથી, પરંતુ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ પણ છે.’’ તેમણે કહ્યું કે ૨૧મી સદીના ભારતમાં શિક્ષણ પ્રણાલી મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતે વિવિધ ક્ષેત્રોમાં એવા નેતાઓ ઉત્પન્ન કર્યા છે જેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગદાન આપી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution