પુનર્વસન અને રોજગાર આપવા સહિતની વિવિધ માંગણીઓ રજુ કરી

ઢાકા:બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિરોધ દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારોએ વચગાળાની સરકાર સમક્ષ ૧૧ મુદ્દાની માંગણીઓ મૂકી હતી. તેમાં પુનર્વસન અને રોજગાર આપવા માટેની માંગણીઓનો પણ સમાવેશ થાય છે. એક મહિનાના હિંસક વિરોધ બાદ અવામી લીગના નેતા શેખ હસીનાએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો.

સરકાર વિરોધી પ્રદર્શનમાં મૃત્યુઆંક વધીને ૪૪૦ થયો છે. દેશમાં ઘણી જગ્યાએ પોલીસ અને મોટે ભાગે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રવિવારથી અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, પ્રસ્તાવિત સમિતિના કન્વીનર હારુન-ઉર રશીદ દ્વારા વિદ્યાર્થી આંદોલનમાં ઘાયલ અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, હિંસામાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા વિદ્યાર્થીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો, પુરૂષો અને મહિલાઓના પરિવારોના સચોટ ડેટા એકત્રિત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે.

ઢાકા ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, “ઘાયલ અને માર્યા ગયેલા લોકોના સંબંધીઓની માંગમાં ફૂડ-કાર્ડ પ્રોગ્રામ હેઠળ વયના આધારે પ્રિ-પ્રાઈમરીથી લઈને માસ્ટર સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે દર મહિને ૨૦૦૦-૩૦૦૦ ટાકાની ગ્રાન્ટ આપવાનો સમાવેશ થાય છે.” ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે માંગમાં નોકરી ઇચ્છુકોને ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવું, તપાસ સમિતિની રચના અને ઇજાગ્રસ્તોની સારવાર અને આંદોલનમાં અસરગ્રસ્ત પરિવારોનું ઝડપી પુનર્વસન સામેલ છે.આ ઉપરાંત, માંગણીઓમાં ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને સીધી સરકારી શિષ્યવૃત્તિ, શેખ હસીનાના પરિવારના વિવિધ સભ્યોના નામ પર સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓનું નામ બદલવા અને આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જાે આપવાનો સમાવેશ થાય છે. સમિતિએ માંગ કરી હતી કે યુએન પીસકીપીંગ મિશનમાં ફરજ બજાવતા લોકોને પોલીસ ફોર્સ, બાંગ્લાદેશ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) અને બાંગ્લાદેશ સ્કાઉટ્‌સમાં સામેલ કરવામાં આવે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારી શકાય.

તાજેતરના આંદોલનમાં ઉપયોગમાં લેવાયેલા તમામ ગેરકાયદેસર હથિયારોની પુનઃપ્રાપ્તિ માટે પહેલ શરૂ કરવા, અગાઉની સરકાર દરમિયાન કનડગત અને ભેદભાવના કારણે બઢતી/ફરજિયાત નિવૃત્તિથી વંચિત રહેલા કુશળ અધિકારીઓ અને કર્મચારીઓની પુનઃનિયુક્તિ અંગે વિચારણા કરવા પણ માંગ કરવામાં આવી છે. સમિતિએ માંગ કરી હતી કે યુએન પીસકીપીંગ મિશનમાં ફરજ બજાવતા લોકોને પોલીસ ફોર્સ, બાંગ્લાદેશ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) અને બાંગ્લાદેશ સ્કાઉટ્‌સમાં સામેલ કરવામાં આવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution