છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કનલવા ના વતની હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિભાગ માં ટ્રેડ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાઠવા એ વર્ષ ૨૦૨૧ ના વર્ષ થી જ્યાં પણ લગ્ન પ્રસંગે જવાનું થાય ત્યાં ચાંદલા માં રોકડ રકમની જગ્યાએ યુવાનો માં ભારતીય સંવિધાન ની જાણકારી મળી રહે તેવા હેતુથી ભારતીય બંધારણ ની ભેટ આપવા નું શરુ કર્યું છે.ખાસ કરીને પહેલા ના સમયમાં આદિવાસી સમાજમાં શિક્ષણ નું પ્રમાણ નહિવત હતું પરંતુ હાલ શિક્ષણ નો વ્યાપ વધતાં શિક્ષિતયુવા વર્ગ ને ભારતીય બંધારણ ની સમજ મળે તે જરૂરી છે, ભારતીય સંવિધાન થકી પુરા દેશ ની શાસન વ્યવસ્થા અને ન્યાય પાલિકા ચાલે છે જેથી ભારતનો દરેક નાગરિક ભારતીય સંવિધાન વિશે પૂરતી જાણકારી ધરાવતો હોવું જાેઈએ તેમ તે માને છે,અને ખાસ કરીને યુવાનો એ દેશનું ભવિષ્ય છે, સંવિધાન થકી લોકતાંત્રિક અને સાર્વભૌમિક રીતે ચાલતી દેશની ન્યાય પ્રક્રિયા ઓ,કાયદા -કાનૂન નાગરિક હક્ક-અધિકાર અને દેશના લોકતાંત્રિક તરીકાઓ થી મજબૂત લોકશાહી ના રક્ષણ માટે અને મજબૂત લોકશાહી ના ઘડતર માટે તેમજ તમામ નાગરિકો પોતાની દેશના નાગરિક તરીકેની ફરજાે નિષ્ઠા સાથે નિભાવી દેશને તમામ પ્રકારે ઉંચાયો તરફ લઈ જવા માં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે તેમ જણાવે છે.