ભારતના ગ્રહયોગો મુજબ અર્થતંત્રનું વર્તમાન તથા ભવિષ્ય

૧૯૪૭ના ઓગષ્ટની મધરાત! ભારતની સ્વતંત્રતાના મુક્તિ પર્વની ઘડી! વાસ્તવમાં તે અતિ પાવન હોવી જાેઈતી હતી. પરંતુ ખરેખર એમ હતું ખરું? એ જાણવું હોય તો સ્વતંત્ર ભારતની કુંડળી જાેવી જાેઈએ. અહીં તે કુંડળી આપી છે.

 કુંડળી કાલસર્પયોગનો ડંખ પામેલી છે. કાલસર્પ એટલે મુખ્ય સાતેય ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિનું બે છાયા ગ્રહો રાહુ અને કેતુની પકડમાં હોવું. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની કુંડળીમાં પણ કાલસર્પયોગ હતો. એમાંય ભારતની કુંડળીમાં તો પ્રથમ સ્થાનના રાહુ અને સાતમા સ્થાનના કેતુથી બનતો કાલસર્પયોગ હતો. પ્રથમ સ્થાન એટલે જન્મનું સ્થાન અને એમાં જ રાહુનું ગ્રહણ. સાતમું સ્થાન એટલે જાહેર જીવનનું સ્થાન અને એમાં કેતુનો શ્રાપ! જ્યોતિષની ભાષામાં કહેવાય છે કે રાહુ પાપ આપે અને કેતુ શ્રાપ આપે. ભારતની કુંડળીને પ્રારંભથી જ આ બંનેના પાપ અને શ્રાપ મળેલા છે. પ્રથમ સ્થાનમાં રહેલો રાહુ ભારતને કટ્ટરતાનાં પાપોથી ઘેરતો રહ્યો છે તો સાતમે રહેલો કેતુ કુસંપના શ્રાપથી ભારતની એકતાને વિખેરતો રહ્યો છે.

 જાે કે આ કોલમમાં આપણો વિષય રાજકારણનો નહીં, અર્થકારણનો છે. આથી ભારતની કુંડળીને આપણે એ રીતે જાેઈશું કે કાલસર્પયોગના રાહુ-કેતુના પાપ અને શ્રાપના ગ્રહયોગો ભારતના અર્થતંત્ર પર કેટલી અને કેવી અસર કરે છે?

 કુંડળી વૃષભ લગ્નની છે. વૃષભ રાશિ એટલે ભૌતિકતાની રાશિ. એનો સ્વામી શુક્ર પણ ભૌતિક ઐશ્વર્યોનો સ્વામી છે! કુંડળીના પ્રથમ સ્થાનનો માલિક થઈને તે પરાક્રમ સ્થાનમાં બેઠો છે. તે દર્શાવે છે કે ભૌતિકતાની બાબતમાં ભારત દેશ બીજા દેશોથી ઘણો આગળ નીકળવાનો છે!

 કોઈ પણ કુંડળીનાં આર્થિક સ્થાનો જાેઈએ તો બીજું સ્થાન એ ધનનું સ્થાન છે. ચોથું સ્થાન જાગીર તથા સ્થાવર મિલકતનું છે. છઠ્ઠું સ્થાન રોજબરોજની આવકનું છે. નવમું સ્થાન ભાગ્યનું છે અને દસમું સ્થાન વેપારનું છે. હવે આ કુંડળીની વિશેષતા જુઓ. એનાં બધાં જ આર્થિક સ્થાનોના સ્વામી એક સાથે ત્રીજા સ્થાનમાં બિરાજે છે. ત્રીજું સ્થાન એ પરાક્રમનું સ્થાન છે. એટલે કે ભારતનાં આર્થિક સ્થાનોનું બળ તેના પરાક્રમ સ્થાનમાં રહેલું છે.

 અને પરાક્રમ સ્થાનમાં સૂર્ય અને શનિ સાથે છે. બંને એકબીજાના પાકા દુશ્મન છે. સૂર્ય સત્તાનો કારક છે, શનિ પુરુષાર્થનો કારક છે. એટલે કે ભારતમાં સત્તા અને કામદારો વચ્ચે કાયમી સંઘર્ષ જાેવા મળશે. બીજી તરફ બુધ અને શુક્ર પણ સાથે છે. બંને વેપાર તથા સમૃદ્ધિના ગ્રહ છે. તેમાં ચંદ્ર પણ નાણાંકીય સ્થિતિને વધારે સદ્ધર બનાવે છે. એટલે કે ગમે તેવી રાજકીય સ્થિતિ વચ્ચે પણ ભારતની આર્થિક સ્થિતિ સતત સમૃદ્ધિ તરફ ગતિ કરતી રહેવાની છે.

 એક ખાસ ગ્રહયોગ જુઓ. ગુરુ શનિની ઉચ્ચ રાશિમાં અને શનિ ગુરુની ઉચ્ચ રાશિમાં બિરાજે છે. આમ બંનેની વચ્ચે ઉચ્ચનો પરિવર્તનયોગ થાય છે. તે દશાર્વ છે ગમે તેવી સ્થિતિ વચ્ચે પણ ભારત ગુરુની મદદથી પોતાની સમૃદ્ધિ વધારતો રહેશે અને શનિ તેમાં સ્થિરતા લાવતો રહેશે.

 એ પણ ધ્યાનમાં લો કે કુંડળીનું છઠ્ઠું સ્થાન એ રોજબરોજની આવકનું સ્થાન છે. અહીં રહેલો ગુરુ પરાક્રમ સ્થાનમાં રહેલા શનિ સાથે ઉચ્ચનો પરિવર્તનયોગ કરીને ભારતની આર્થિક સમૃદ્ધિને વધારવાનું કામ કરશે. ભારતમાં રોજગારની સમસ્યા માત્ર એને જ રહેશે જેને રોજગાર કરવો જ નહીં હોય. જેને ખરેખર રોજગાર કરવો જ હશે તે ભારતમાં કદી બેરોજગાર નહીં રહે.

 હા, ભારતના ભાગ્યસ્થાનનો સ્વામી શનિ છે. શનિ સૌથી ધીરો ગ્રહ છે. આથી ભારતની આર્થિક પ્રગતિ ધીમી રહેશે પરંતુ તેમાં મક્કમતા અને નક્કરતા જાેવા મળશે.

 નવે ગ્રહોમાં રાહુનું કામ છે પરંપરાઓ તોડવાનું. ભારતની કુંડળીના જન્મસ્થાનમાં જ રહેલા રાહુ ભારતીય પરંપરાઓને તોડવાનું કામ કરશે. આની સૌથી વધારે અસર ભારતની સંસ્કૃતિ પર પડશે.

 જાે ભારતની ચંદ્રકુંડળી મૂકવામાં આવે તો તે અત્યંત બળવાન દેખાય છે. ચંદ્ર અને સૂર્ય સાથે જ હોવાથી ચંદ્રકુંડળી અને સૂર્યકુંડળી એક જ બને છે. આ બાબત ભારતનું સુવર્ણમય ભવિષ્ય બતાવે છે. જાે કે તેમાં પણ રાહુ લાભસ્થાનમાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પર તે મોટો કુઠારાઘાત કરી શકે છે.

 વિશોત્તરી મહાદશાની વાત કરીએ તો અત્યારે ભારતની ચંદ્રની મહાદશા ચાલી રહી છે. તે આર્થિક રીતે પ્રગતિકારક સમય દર્શાવે છે. તે પછીની મંગળની મહાદશા પણ શુભ છે. ૨૦૩૨થી ૨૦૫૦ સુધી રાહુની મહાદશા રહેશે. આ દરમ્યાન ભારતમાં આર્થિક તેમજ રાજકીય મોરચે ઘણી બધી ઉથલપાથલ થતી જાેવા મળશે. એમાંય ૨૦૩૨થી ૨૦૩૯ સુધી શનિની સાડાસાતી પણ આવશે. રાહુની મહાદશા અને શનિની સાડાસાતી ભારત માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે. આ બંને ગ્રહો આર્થિક ક્ષેત્રે ઘણું બધું અવનવું કરવાની સાથે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઘણાં બધા પરિવર્તનો લઈ આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution