વડોદરા-
શહેરમાં અખંડ ફાર્મ કેસની યાદ અપાવતા બનેલા અન્ય એક બનાવમાં શનિવારે દારૂની મહેફીલ માણી રહેલા શહેરના કેટલાંક નબીરાઓને પોલીસે ઈંગ્લિશ દારૂ સહિત ઝડપી પાડીને તેમની પાસેથી દારૂ તથા કોલ્ડ્રીંક્સની બોટલો અને તેમની ગાડીઓ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે શનિવારે મધરાત બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ જે યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા તેમાં 10 યુવાનો અને 13 યુવતીઓનો સમાવેશ થાય છે.
વડોદરામાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પકડાવવાનો મામલામાં મળતી વિગતો એવી છે કે આ પાર્ટી ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે યોજાઈ હતી અને તેમાં અગાઉ કબીર ફાર્મના માલિકનો પુત્ર હોવાની અફવા ઊડી હતી પણ મહેફિલમાં કબીર ફાર્મના માલિકનો પુત્ર હાજર નહોતો. મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. ઉપરાંત 12 યુવતીઓ પણ મહેફિલમાં હાજર હતી. આ કેસમાં પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધીને 5 કાર જપ્ત કરી હતી તેમજ 1 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી.