બોલિવૂડ સ્ટાર એક્ટર અક્ષય કુમાર ટૂંક સમયમાં જ કામ પર પરત ફરનાર છે. તે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કરે છે અને આ મામલે તેની ઝડપ અન્ય એક્ટરના મુકાબલામાં ઘણી વધારે છે.
બેલબોટમ ફિલ્મનું કામ ઓગસ્ટમાં શરૂ થશે. એક મહિના સુધી સ્કોટલેન્ડમાં શૂટિંગ થશે. ત્યાર બાદ તેનો કેટલોક હિસ્સો ભારતમાં શૂટ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં અક્ષય આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી નાખશે.યશરાજ ફિલ્મ્સની પૃથ્વી રાજનું શૂટિંગ માર્ચ મહિનાથી રોકી દેવામાં આવ્યું છે. તેનું 40 ટકા શૂટિંગ બાકી છે. આ મોટા બજેટની ફિલ્મ છે અને તેમાં ઘણા દૃશ્યો એવા છે જ્યાં ભીડની જરૂર પડે. આથી જ આ ફિલ્મનું શૂટિંગ હાલમાં થશે નહીં. ઓક્ટોબરમાં અક્ષય આ ફિલ્મના શૂટિંગનો પ્રારંભ કરશે.
દિગ્દર્શક આનંદ એલ. રાય ટૂંક સમયમાં જ તેની તારીખો જાહેર કરશે. આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં થનારું હોવાથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરીને ક્રિસમસ વખતે તે રિલીઝ થનારી હતી પરંતુ કોરોનાને કારણે તમામ પ્લાન નિષ્ફળ રહ્યા. સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું શૂટિંગ હવે ડિસેમ્બરમાં શરૂ થશે. આ મસાલા ફિલ્મમાં ઘણા સોંગ્સ છે અને એક્શન સિન હશે.એકતા કપૂરની ફિલ્મ : આ તેલુગુ ફિલ્મની રિમેક છે જેનું શૂટિંગ અક્ષય કુમાર 2021માં શરૂ કરશે.
મનીષ શર્મા પણ અક્ષયકુમારને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે તેનું શૂટિંગ પણ હવે 2021માં જ શરૂ થઈ શકશે.