અમદાવાદમાં 2036નાં ઓલિમ્પિકની તૈયારી શરૂ,મ્યુ.કો.૧૫ પ્લોટની હરાજી નહીં કરે

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા ૧૬ જેટલા પ્લોટની હરાજી મારફતે વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઉભી કરવાની વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧ પ્લોટનું વેચાણ પણ થઈ ગયું છે. જાેકે વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિક યોજાવવાનો હોવાથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ તમામ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ પ્લોટની હરાજી કરી વેચાણ કરવાનું મોકૂફ રખાયું છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરીજનોના હિત અને વર્ષ ૨૦૩૬ના ઓલમ્પિકને ધ્યાનમાં રાખી પ્લોટના વેચાણ બંધ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ તથા રેસિડેન્શીયલ હેતુવાળા ૧૬ જેટલા પ્લોટ્‌સની ઈ-હરાજી કરવા માટે ટેન્ડર બહાર પડાયું હતું. જેમાં ૧૬ પૈકી એક પ્લોટ માટે ૧૭ ક્વોલિફાઈડ બીડ આવતા ૭ મે ૨૦૨૧ના રોજ તેની ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી. ટીપી ૫૦ બોડકદેવમાં પ્લોટ નંબર ૩૮૫ પર આવેલી ૩૪૬૯ ચો.મીની જમીન ખરીદવા માટે ૧૫૮ જેટલા બિડરો ઓનલાઈન હરાજીમાં હાજર રહ્યા હતા. પ્લોટની અપસેટ વેલ્યુ મ્યુનિ. દ્વારા ૧,૮૮,૦૦૦ લાખ પ્રતિ ચો.મી રખાઈ હતી. જાેકો હરાજી દરમિયાન તે ૨,૨૨,૧૦૦ રૂ. પ્રતિ ચો.મીના ભાવે પહોંચી ગઈ અને પ્લોટ ૭૭.૦૪ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ ૫૦ના પ્લોટની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટના વેચાણથી કોર્પોરેશનને રૂપિયા ૧૫૧ કરોડની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ રૂ.૧,૮૮,૦૦૦ પ્રતિ ચોરસ મીટર રાખવામા આવી હતી. જેમા તંત્રને પ્રતિ ચોરસ મીટર રૂ.૧,૮૮, ૩૦૦ ભાવ મળ્યો હતો. નક્કી કરેલા કરતા વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution