પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે નામ બદલ્યું,આ નામ રાખ્યુ

નવી દિલ્હી

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની માલિકીની કિંગ્સ ઇલેવન પંજાબે તેનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં તેને પંજાબ કિંગ્સની ટીમ કહેવાશે. કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલની આઠ ટીમોમાંથી એક છે જે યુએઈમાં ગત સિઝનમાં રમી હતી.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ પહેલા તે કરવાનું યોગ્ય રહેશે. તે આકસ્મિક નિર્ણય નથી. '

મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની ટીમ એક પણ વાર આઇપીએલ જીતી શકી નથી. ટીમ એક વખત રનર-અપ રહી હતી અને એક વખત ત્રીજા સ્થાને રહી હતી. આગામી આઈપીએલ એપ્રિલમાં શરૂ થશે અને તેની હરાજી ગુરુવારે થવાની છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution