મુંબઇ
બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન જ્યારે પણ ઘરની બહાર પગ મૂકે છે ત્યારે હંમેશા તેની સ્ટાઈલિંગની ચર્ચા થાય છે. ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન કરીના દરેક આઉટફિટમાં આકર્ષક લાગે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર ખાન હાલ તો બીજીવાર પ્રેગ્નેન્ટ છે અને તેના મેટરનિટી લૂક્સ પર્ફેક્ટ છે. ઈન્ડિયન કપડાં હોય કે વેસ્ટર્ન બેબી બંપ સાથે પ્રેગ્નેન્સીમાં સુંદર કેવી રીતે લાગી શકાય તે કરીના કપૂર ખાન શીખવે છે. હાલમાં જ કરીના કપૂર તેની ફ્રેન્ડ મસાબા ગુપ્તા અને મમ્મી બબીતા કપૂર સાથે પ્રી-દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.
સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાનની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં વ્હાઈટ એથનિક આઉટફિટમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો છે. વ્હાઈટ ડ્રેસ, લાલ દુપટ્ટો અને કપાળ પર બિંદી...કરીનાનો આ લૂક ફેસ્ટિવ સીઝન માટે પર્ફેક્ટ છે. કરીનાનો આ લૂક સિમ્પલ અને ક્લાસી હતો. મેનેજર પૂનમ દામનિયાના ઘરે બેબો પોતાની મમ્મી બબીતા કપૂર સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.
પૂનમે મસાબા ગુપ્તા અને કરીના સાથે તસવીર શેર કરી છે. ઉપરાંત બીજી તસવીરમાં કરીના, બબીતા કપૂર અને બીજા સભ્યો જોવા મળે છે. પૂનમે તસવીર શેર કરતાં લખ્યું, "દરેક દિવસ માટે આભારી છું. તહેવારોના દિવસોમાં પ્રવેશ કરવાનો આનાથી સારો રસ્તો ના હોઈ શકે. મારા મનપસંદ બબીતા કપૂર, કરીના કપૂર ખાન, મસાબા ગુપ્તા...સતત પ્રેમ અને સહકાર માટે તમારા સૌનો આભાર."
આ તરફ કરીના કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. કરીનાએ બિંદી દેખાડતી તસવીર શેર કરતાં લખ્યું, "બિંદીમાં કંઈક તો છે...મને ખૂબ ગમે છે." કરીના કપૂર બોલિવુડની ડિવા છે અને પ્રેગ્નેન્સીમાં તેનો નિખાર ઓર વધ્યો છે. જેની સાક્ષી તેની આ મેકઅપ વિનાની તસવીર આપે છે.