પ્રેગ્નેન્ટ અનુષ્કાએ કરાવ્યું હોટ ફોટોશૂટ,બેબી બંપ ફ્લોન્ટ કરતાં વિરાટે કંઇક આવી કમેન્ટ કરી

નવી દિલ્હી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્મા પોતાના પહેલા બાળકને લઈને ખૂબજ એક્સાઈટેડ છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જો કે, કોહલી જલ્દીજ પિતા બનાવો હોવાથી તે હાલ અનુષ્કા જોડે છે. હાલમાં જ વોગ મેગેઝીન માટે અનુષ્કાએ કવર ફોટોશૂટ કરાવ્યું હતું, જેની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અનુષ્કાએ મેગઝીન કવર માટે ફોટોશૂટમાં પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે. એક્ટ્રેસે આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ત્યારે આ તસવીરો પર વિરાટે કમેન્ટ કરી છે.

વિરાટે અનુષ્કાની આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે, 'બ્યૂટીફૂલ'. તસવીરમાં અનુષ્કા લોન્ગ કોટ પહેરેલી નજર આવી રહી છે. તેની સાથે ઓફ વ્હાઈટ બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેર્યો છે. 


અનુષ્કાના આ ખૂબસૂરત ફોટોશૂટને લાખોની સંખ્યામાં લાઈક્સ મળી ચૂકી છે. વિરાટ-અનુષ્કા ભારતના સૌથી લોકપ્રિય અને મનગમતા સેલિબ્રિટી કપલમાંથી એક છે. 

વિરાટ હાલ પેટરનિટી લીવ પર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે ત્રણ મેચોની વનડે અને ટી-20 સીરિઝમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ભારતે વનડે સીરિઝ ગુમાવી ટી20 સીરિઝ પોતાના નામે કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution