પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પુરુષોની બેડમિન્ટન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો સામનો એચએસ પ્રણય સાથે થયો હતો. આ મેચમાં લક્ષ્ય સેને એચએસ પ્રણયને સીધા સેટમાં ૨૧-૧૨, ૨૧-૬થી હરાવ્યો હતો.આ મેચ જીત્યા બાદ લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. લક્ષ્ય સેને આ સેટમાં પ્રણોયને કોઈ તક આપી ન હતી. લક્ષ્યે બીજા સેટમાં પણ કોઈ તક આપી ન હતી.
તેણે બીજા સેટમાં પ્રણયને ૨૧-૬થી હરાવ્યો હતો. આ પહેલા લક્ષ્યે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી જાેનાથન ક્રિસ્ટીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે પ્રણોયે વિયેતનામના લી ડ્યુકને હરાવ્યો હતો, આ પહેલીવાર નથી કે જ્યારે લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય કોઈ મોટી ઇવેન્ટ દરમિયાન એકબીજા સામે હરીફાઈ કરી હોય. આ મેચ પહેલા પણ બંને વચ્ચે ૭ વખત મુકાબલો થયો હતો.
આમાં લક્ષ્ય સેનનો હાથ છે. તેઓએ ૪ મેચ જીતી છે. જ્યારે પ્રણોય આ મેચ જીત્યા બાદ હવે ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે ટકરાશે. ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે ભારતીય ખેલાડીનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. જાે તે આ મેચ જીતી જશે તો સેમિફાઈનલમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે થશે.