નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના


નવીદિલ્હી,તા.૨

ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જ્યાં તમને ૫૦ ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.ભારત સરકાર ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે છે. બીમારીઓમાં લોકોનો સારો એવો પૈસો બરબાદ થઈ જાય છે. તો વળી બીમારીઓ કરતાં વધુ પૈસા બીમારીઓમાં વપરાતી દવાઓમાં ખર્ચ થાય છે. આથી ભારત સરકારે ૨૦૦૮માં જન ઔષધિ સ્કીમ યોજના શરૂ કરી હતી.

૨૦૧૫માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી ૨૦૧૬માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને ૧૭૫૯ પ્રકારની દવાઓ સાથે ૨૮૦ સર્જિકલ ઉપકરણો મળી જશે.

જાે તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં ૫૦% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્‌સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.

જાે તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//દ્ઘટ્ઠહટ્ઠેજરટ્ઠઙ્ઘરૈ.ર્ખ્તદૃ.ૈહ/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં ઁસ્મ્ત્નઁ સેક્શન પર જવું પડશે.પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution