નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પ્રથમવાર સાથે જાેવા મળશે

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જાેવા મળશે. આ ફિલ્મને વિજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ ૨૧’ તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રભાસની આ ૨૧મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને ‘પ્રભાસ ૨૧’ કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૬૬મા નેશનલ અવોર્ડમાં ‘મહાનટી’ને ત્રણ નેશનલ અવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મને નાગ અશ્વિને ડિરેક્ટર કરી હતી. ફિલ્મને બેસ્ટ તેલુગુ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ તથા બેસ્ટ કોસ્ચુયમ ડિઝાઈનર એમ ત્રણ અવોર્ડ મળ્યા હતા. પ્રોડક્શન હાઉસે ટિ્‌વટર પર વીડિયો શૅર કર્યો હતો અને કહ્ય્šં હતું, અમે વચન આપ્યું હતું અને આ રહી અમારી મોટી જાહેરાત, અમે સુપરસ્ટારને આવકારીએ છીએ. 

પ્રભાસ છેલ્લે ‘સાહો’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હતી. હાલમાં જ પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ રોમેન્ટિક ફિલ્મમાં પૂજા હેગડે છે. દીપિકાની વાત કરીએ તો છેલ્લે તે મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જાેવા મળી હતી. હવે તે ‘૮૩’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૧૯૮૩માં ભારતે પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા ભજવી છે, જ્યારે દીપિકા ક્રિકેટર કપિલની પત્ની રોમી દેવના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

આ ઉપરાંત દીપિકા શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જાેવા મળશે. આટલું જ નહીં દીપિકા હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં પણ જાેવા મળશે. આ ફિલ્મમાં પહેલા રિશી કપૂર હતા પરંતુ તેમના અવસાન બાદ તેમના સ્થાને કોણ આવશે, તે અંગેની કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution