દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુંડી ગામના મૂળ વતની અને હાલ દાહોદ ગોદી રોડ જીવનદીપ સોસાયટી પાસે આવેલ આકાશ ગંગા સોસાયટી માં પરિવાર સાથે રહેતા અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં દાહોદ ગ્રામ્ય બેમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષીય નિલેશભાઈ રમેશભાઈ કટારા ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશને આવ્યા હતા અને પ્લેટફોર્મ નંબર એક પર થી સીડી ચડી પ્લેટફોર્મ નંબર ૩ ઉપર ગયા હતા અને પ્લેટફોર્મ નંબર ૩ ઉપર પૂર્વ તરફના છેડે બોમ્બે દિલ્હી લાઈન ઉપર ડાઉન લાઈન પરથી પસાર થઈ રહેલી ગુડ્ઝ ટ્રેન નીચે કોઈ અગમ્ય કારણોસર પડતું મુકતા ટ્રેનના પૈડા તળે કચરાઈ મર્યા હતા. ઘટનાની જાણ થતાં જ દાહોદની ગુજરાત રેલવે પોલીસ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી હતી અને મૃતક નિલેશભાઈ રમેશભાઈ કટારાની લાશનો કબજાે લઇ પંચો રૂબરૂ લાશનું પંચનામું કર્યું હતું.