બોડેલીની ઓરસંગ નદીના બ્રિજ પર ખાડાથી વાહન ચાલકો પરેશાન



બોડેલીની છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય ઓરસંગ નદી પર ના બ્રિજ પર નો રોડ ખાડા થી ભરપૂર અને ખખડધજ હોય વાહન ચાલકો રોજિંદી મુશ્કેલી ભોગવી રહ્યા છે. બોડેલી થી રાજપીપળા તરફ જતો માર્ગ રાત દિવસ ધમધમતો માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જાય છે. છોટાઉદેપુર, પંચમહાલ , મહીસાગર જિલ્લા સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ ના વાહનો પણ આ માર્ગે થી પસાર થાય છે. ત્યારે બોડેલી ઓરસંગ બ્રિજ ના માર્ગ પ્રત્યે તંત્ર ધોર ઉપેક્ષા કરી રહ્યું છે.જર્જરિત પુલ ના પાયા પણ ઊંડે સુધી ડોકાવા લાગ્યા છે. ભારજ પુલ તૂટ્યો તેનાથી અન્ય પુલો માટે તંત્ર બોધપાઠ લે તેવું હાલ દેખાતું નથી. નેતાઓ પણ નવા પુલ માટે રજૂઆત કરવા માટે ના ખાલી આશ્વાસન આપી પોતાની જવાબદારી માથી છટકી રહ્યા છે. આદિવાસી વિસ્તાર માં ઇન્ફાસ્ટ્રક્ચર નો જે રીતે વિકાસ થવો જાેઈએ તે જાેવા મળતો નથી. રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તાર માટે ઓરમાયુ વર્તન કરતા હોય તેવું જાેવા મળી રહ્યું છે. અધિકારી રાજ માં પ્રજા નો અવાજ દબાઈ રહ્યો છે. આવા સંજાેગો માં છોટાઉદેપુર જિલ્લા ના સૌથી વ્યસ્ત ઓરસંગ નદી પર ના રસ્તા ની મરામત માટે તાકીદે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution