દિલ્હી-
૧લી સપ્ટેમ્બરથી પ્રથમ પખવાડિયામાં ધો. ૧૦ થી ૧૨ના ક્લાસ ખોલવા સૂચવાયુંછે. વિદ્યાર્થીઓનું વિભાજન થશે અને જુદા જુદા દિવસોએ સ્કૂલે આવવા કહેવાશે. અર્થાત ૫૦ ટકા વિદ્યાર્થીઓને એક દિવસ અને બાકીના ૫૦ ટકાને બીજા દિવસે બોલાવાશે. શાળા-અભ્યાસનો સમય પણ ૫-૬ કલાકને બદલે બે-ત્રણ કલાકનો જ રહેશે.
માર્ચમાં કોરોના લોકડાઉન વખતથી બંધ શાળા-કોલેજો હજુ ખુલ્લી નથી પરંતુ ૧લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ૧લી સપ્ટેમ્બરથી ૧૪ નવેમ્બર દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખવામાં આવશે.કોરોના મેનેજમેન્ટ કરતા પ્રધાનજૂથમાં સામેલ સચિવોના ગ્રુપે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું શિડ્યુલ તૈયાર કર્યું છે.જો કે,શાળા કોલેજો ક્યારે અને કેવી રીતે ખોલવી તેનો નિર્ણય રાજ્યોનીસરકારો લઇ શકશે.કેન્દ્ર સરકાર શાળા-કોલેજો ખોલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરશે તેને તમામ રાજ્યોએ અનુસરવાનું રહેશે. ગત મહિને શિક્ષણ વિભાગ દ્વારા સર્વે કરાવાયો હતો. તેના આધારે ૧લી સપ્ટેમ્બરથી શિક્ષણક્ષેત્ર ખોલવા નક્કી થયું છે. અને વિસ્તૃત માર્ગદર્શિકા નક્કી કરી છે.શિક્ષણ વિભાગના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે કોરોનાની બીકને કારણે વાલીઓ હજુ સંતાનોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નથી પરંતુ રાજ્યોએ એવી દલીલ કરી હતી કે નબળા વર્ગના બાળકોને વધુ નુકસાન થાય છે. આ ઉપરાંત જે રાજ્યોમાં કેસ-સંક્રમણ ઓછું થવા લાગ્યું છે. તેના દ્વારાપણ શાળાઓ ખોલવાની તરફેણ કરવામાં આવી હતી.માનવ સ્ક્રોપી વિકાસ તથા આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.